સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપીને દસ વર્ષની સખત કેદ

  • April 03, 2021 12:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રૂા.5 હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજા ફટકારતી કોર્ટ 

 

આઠ વર્ષ પૂર્વે સિહોર તાલુકાના અગીયાળી ગામના શખ્સે અન્ય એક શખ્સની મદદગારીથી સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપી સામે પોકસો એકટ સહિત જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધાયો હતો અને આ અંગેનો કેસ  અદાલતમાં ચાલી જતા અદાલતે મુખ્ય આરોપી સામે ગુનો સાબિત માની 10 વર્ષની સખ્ત કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો. આ ગુનામાં મદદગારી કરનાર શખ્સનો કેસ ચાલતા દરમ્યાન મૃત્યુ નિપજતા તેને એબેટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

 

 

આઠ વર્ષ પૂર્વે પીપરલા ગામની સીમમાં આવેલ ફરિયાદી-ભોગ બનનારના રહેણાંકના મકાને આરોપી ચિરાગ નભેરામ પંડયા (રે.અગીયાળી), જેરામ ગોરધન જાળેલા (એબેટેડ ઉ.વ.૪૮, રે. દેવલી જુની) સહિતનાઓ હિરો હોન્ડા મોટર સાયકલ પર આવેલા અને મુખ્ય આરોપી ચિરાગ પંડયાએ છરી બતાવી, જાનથી મારી નાખવાની ધમકી આપી, સગીરાના માતા-પિતાના વાલીપણામાંથી અપહરણ કરી મોટર સાયકલ પર ભાવનગર બસ સ્ટેન્ડે લઈ આવેલ અને ત્યાંથી મુદ્રા તાલુકાના સમાઘોઘા મુકામે લઈ આવેલ ત્યાં તા. 4-4-13 સુધી રાખી લગ્ન કરવાની લાલચ આપી, અવાર-નવાર તેણીની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર કરેલ અને તા. 4-4-14ના રોજ ભુજ બસ સ્ટેન્ડમાં તેણીને છોડી દીધેલ અને પોતાની વિરૂધ્ધ કોઈ ફરિયાદ કરશો તો તેણીના પરિવારના સભ્યોને મારી નખાશે તેવી ધમકી આપેલ.

 

આ ગુનામાં અન્ય આરોપી જેરામ ગોરધન જાળેલાએ મદદગારી કરી હતી. આ અંગેની ફરિયાદ જે તે સમયે ઘોઘા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે આ બંન્ને આરોપીઓ સામે ફરીયાદ નોંધી હતી. આ અંગેનો કેસ  ભાવનગરના સ્પેશ્યલ જજ (પોકસો) અને ત્રીજા એડીશ્નલ સેસન્સ જજ એ.બી. ભોજકની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકિલ ભરત કે વોરાની દલીલો, મૌખિક પુરાવા, દસ્તાવેજી પુરાવા વિગેરે ધ્યાને લઈ આરોપી ચિરાગ નરભેરામ પંડયાને 10 વર્ષની સખત કેદની સજા અને રોકડા રૂા.5 હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદની સજા, ઈપીકો કલમ 363 મુજબના ગુનામાં પાંચ વર્ષની કેદ, દંડ રૂા.2 હજાર, 366 મુજબ 5 વર્ષની સજા અને રોકડા રૂા.2 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ 3 માસની સજા અદાલતે ફટકારી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS