ઉઘરાણી બાબતે હેરાનગતિથી કંટાળી આપઘાતની કોશિશ મામલે આરોપીઓની આગોતરા અરજી મંજૂર

  • August 09, 2021 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉછીના નાણા પરત માગતા જમીન વિવાદમાં નાખી દઈ ત્રાસનો આક્ષેપ

 


જેતપુરના વાડાસડા ગામે પૈસાની લેતીદેતીમાં જમીન વિવાદમાં નાખી દઈ હેરાન પરેશાન કરીને ઝેરી દવા પીલઈ મજબૂર કરી આપઘાતની કોશીશ માટે મજબુર કરવાના ગુનામાં પોલીસ ધરપકડની દહેસતથી આરોપી દિલીપસિંહ સગર અને તેના પુત્રે કરેલી આગોતરા જામીન અરજી જેતપુરની અદાલતે મંજૂર કરી છે.

 


વધુ વિગત મુજબ જેતપુર નજીક આવેલા વાડાસડા ગામે રહેતા કાનજીભાઈ લખમણભાઇ સગરના ૭૦ વર્ષના વૃદ્ધે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યેા હતો. આ બનાવમાં કાનજીભાઈ સગરે જેતપુર તાલુકા પોલીસ મથકમાં જણાવ્યા મુજબ કૌટુંબીક ભત્રીજા દિલીપ જાદવભાઈ સગર અને તેના પુત્ર અલ્પેશને નાના પુત્ર જીેશના લ સમયે પિયા ૫૦ હજાર ઉછીના આપેલા હતા. તેની ઉઘરાણી કરાતા પિતા–પુત્ર દ્રારા કાનજીભાઈ સગરને વારંવાર ધમકી આપી અને દુ:ખ ત્રાસ આપી જમીન અંગે તકરાર લેતા આથી કંટાળી જઇ કાનજીભાઈએ ઝેરી દવા પીવી પડી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.

 

 

આ ફરિયાદ મામલે પોલીસ દ્રારા ધરપકડની દહેસતથી દિલીપ સગરે અને પુત્ર અલ્પેશે આગોતરા જામીન અરજી કરી હતી. જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બચાવપક્ષના એડવોકેટ દ્રારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ટાંકેલા ચુકાદાઓ ધ્યાને લઇ જેતપુરની સેશન્સ કોર્ટ દ્રારા બચાવ પક્ષની દલીલો ધ્યાને રાખી બંને આરોપીની આગોતરા જામીન અરજી મંજુર કરતો હત્પકમ કર્યેા છે આ કામમાં આરોપી હતી એડવોકેટ તરીકે સ્તવન મહેતા, કૃષ્ણ ગોર, બ્રિજેશ ચૌહાણ, અશોક સાસકિયા અને વિપુલ રામાણી રોકાયા હતા. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS