ધાર્મિક લાગણીઓ દુઃભાય તેવી પોસ્ટ મૂકનાર ૨૪ એકાઉન્ટ બ્લોક

  • May 22, 2020 09:52 AM 179 views

સોશ્યલ મિડીયા ઉપર ધાર્મિક લાગણી  દુભાય તેવી પોસ્ટ મુકનાર વિરૂધ્ધ સખ્ત કાર્યવાહી  

સાયબર ક્રાઇમ સેલ ટીમ દ્વારા ભાવનગર રેન્જ પોલીસમાં આવતા ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લામાં સોશિયલ મિડીયા ઉપર વોચ રાખી ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવી ધાર્મિક લાગણીઓ દુઃભાય તેવી પોસ્ટ મૂકનાર ૨૪ એકાઉન્ટ શોધી કાઢી બંધ કરાવવા માટે કાર્યવાહી કરેલ છે અને આ વ્યક્તિઓની ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે.

કોમ્પ્યુટર,લેપટોપ,મોબાઇલનો હવે બહોળો વપરાશ થઈ રહ્યો છે.  હાલમાં  લોકડાઉન દરમ્યાન લોકો પોતાના પરિવાર સાથે  ઘરે જ રહેતાં હોય આ સમયગાળા દરમ્યાન સોશિયલ મીડિયાનો લોકો દ્રારા સદ્ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે તેમજ અમુક લોકો દ્રારા દુરૂપયોગ પણ કરવામાં આવતો હોય છે.

ભાવનગર રેન્જ, ભાવનગરનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર  દ્રારા સાયબર ક્રાઇમ સેલ, ભાવનગર રેન્જ, ભાવનગરને સોશિયલ મિડીયાનો લોકો દ્રારા થતો આ દુરૂપયોગ અટકાવવા માટે સોશિયલ મિડીયામાં વોચ રાખી સોશિયલ મિડીયાનો દુરૂપયોગ કરતાં લોકોનાં એકાઉન્ટ બંધ કરાવવા તેમજ તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ છે. આ સૂચનાનાં પગલે ભાવનગર રેન્જની સાયબર ક્રાઇમ સેલ ટીમ દ્વારા સોશિયલ મિડીયા ઉપર વોચ રાખી ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવી ધાર્મિક લાગણીઓ દુઃભાય તેવી પોસ્ટ કરવાવાળા કુલ-૨૪ એકાઉન્ટ શોધી કાઢી બંધ કરાવવા માટે કાર્યવાહી કરેલ છે તેમજ આવી પોસ્ટ કરવાવાળા વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરેલ છે. આ સિવાય પણ આવાં અસામાજિક પ્રવૃતિ કરનારાં ઇસમો ઉપર વોચ રાખવાનું ચાલુ છે.

 

નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર, દ્વારા સોશ્યલ મિડીયાના ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર જેવા માધ્યમોથી સસ્તી પ્રસિધ્ધી મેળવવાની અપરાધિક માનસિકતા ધરાવતા યુવાનોને આવી પ્રવૃતિ ન કરવા માટે જાહેર અપીલ પણ કરવામાં આવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application