ગરુડ પુરાણ મુજબ ગરીબીમાં ધકેલી દે છે આ 5 આદતો 

  • July 28, 2021 12:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સનાતન ધર્મના 18 પૂરાણોમાંનું એક ગરુડ પુરાણ છે. ગરુડ પુરાણ શાસ્ત્રમાં ભગવાન વિષ્ણુ અને ગરુડની વચ્ચે વાતચીતનું વર્ણન કરાયું છે. ગરુડ એ મહાન પક્ષી છે, જે ભગવાન વિષ્ણુનું વાહન મનાય છે. ગરુડ પુરાણ એ વિષ્ણુ પુરાણનો એક ભાગ છે, જેમાં હિંદુ ધર્મના મૃત્યુ, પુનર્જન્મ અને અંતિમ સંસ્કાર સંબંધિત વાતો જણાવવામાં આવી છે. ભગવાન વિષ્ણુએ કીધું છે કે એવા ક્યા કર્મો છે કે, જેનાથી વ્યક્તિના જીવનમાં ગરીબી આવે છે. 

 

 

1) મેલા- ગંદા કપડાં પહેરતા લોકો - ગરુડ પુરણ અનુસાર, જો કોઈ વ્યક્તિ હંમેશા ગંદા અને મેલા કપડાં પહેરે છે, તેનાથી માતા લક્ષ્મી નારાજ થઇ જાય છે. માતા લક્ષ્મીને સ્વચ્છતા ખૂબ પ્રિય છે; અને માતા લક્ષ્મી એવા જ ઘરમાં રહે છે જ્યાં હંમેશા સ્વચ્છતા હોય છે. 

 

 

જે લોકો પોતાના શરીરની પણ સ્વચ્છતા નથી રાખતા, તે હંમેશા કોઈને કોઈ રીતે ગરીબીમાં રહે છે. જે લોકો પોતાના દાંતની રોજ સફાઈ નથી કરતા, તેનાથી માતા લક્ષ્મી રુષ્ટ રહે છે. ગરુડ પુરાણ મુજબ વ્યક્તિએ પોતાની આસપાસ ગંદકી ક્યારેય પણ ના રાખવી જોઈએ. 

 

 

2) બીજાનાં વાંક કાઢતા લોકો - ગરુડ પુરાણ અનુસાર, જે વ્યક્તિનો સ્વભાવ આલોચક હોય, હંમેશા બીજાના વાંક જ કાઢતા હોય, બીજાની વિશે હંમેશા બુરાઈ કરતો હોય; તેનાથી માતા લક્ષ્મી હંમેશા નારાજ રહે છે. બીજા પર બેવજહ ચિલ્લાઈને અને ગુસ્સાથી વાત કરતા વ્યક્તિના જીવનમાં હંમેશા ગરીબી જ રહે છે. 

 

 

3) સૂર્યોદય પછી સુતો રહેતો વ્યક્તિ - જો કોઈ વ્યક્તિ સૂર્યોદય પછી લાંબા સમય સુધી સુતો રહે તો આ વ્યક્તિ આળસુ તરીકેની ઓળખ મેળવે છે. ગરુડ પુરાણ અનુસાર, આવા વ્યક્તિના જીવનમાં તમામ કોશિશ કર્યા બાદ પણ જીવનમાં હંમેશા ધનની કમી રહે છે. 

 

 

ગરુડ પુરાણ અનુસાર, સવાર અને સાંજનો સમય ભગવાનના ભજન- કીર્તન માટેનો હોય છે. આ સમય જો વ્યક્તિ આરામ કરવામાં વેડફે, તો દેવતા તેનાથી રુષ્ટ થઇ જાય છે. તેના જીવનમાં ગરીબી જ આવે છે. 

 

 

4) ધનનો ઘમંડ - ગરુડ પુરાણ કહે છે કે, જો કોઈ વ્યક્તિ પોતાના ધનનો ખુબ ઘમંડ કરે તે તેની બૌદ્ધિક ક્ષમતા કમજોર થઇ જાય છે. આવા લોકો પોતાની સંપતિને વ્યર્થ કામોમાં વાપરીને દરિદ્ર બને છે. આવા સ્વભાવવાળા વ્યક્તિના ઘરમાં માતા લક્ષ્મી વાસ કરતી નથી. 

 

 

5) મહેનતથી બચતા લોકો - જો કોઈ પરિશ્રમ કરવાથી જી ચુરાવે છે; અને સોંપેલા કામ સરખી રીતે નથી કરતો, તેના પર માતા લક્ષ્મી રુષ્ટ થાય છે. ગરુડ પુરાણમાં લોકોને મહેનતુ બનવાની વાત કરાઈ છે. 

 

 

વળી, અધિક ખાવાવાળી વ્યક્તિઓ પર ગરીબ બની જાય છે. વધુ ખાતા લોકો આળસુ બની જાય છે.  


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application