ચોટીલા નજીક હિટ એન્ડ રન : જેની માનતા ઉતારવા ચોટીલા લઈ જતા હતા તેવી 1 વર્ષની નવ્યાનું કાકા સાથે નીપજ્યું મોત

  • June 23, 2021 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના આજીડેમ ચોકડી પાસે રહેતો આહિર પરિવાર રાજકોટથી ચોટીલા પગપાળા માનતા ઉતારવા જતા હતા ત્યારે રાત્રીના કુચીયાદડ નજીક પહોંચતા અજાણ્યા વાહનના ચાલકે પિરવારના સભ્યોને અડફેટે લેતાં જેમની માનતાં ઉતારવાની હતી તે એક વર્ષ્ાની બાળકી નવ્યા અને તેના કાકા રવિ હસમુખભાઈ મિયાત્રા (ઉ.વ.ર૩)નું મોત નિપજયું હતું જયારે પુત્રીના પિતા વિક્રમભાઈ મનુભાઈ મિયાત્રા (ઉ.વ.૩૦) તેમના પત્ની પાયલબેન વિક્રમભાઈ (ઉ.વ.રપ)ને ઈજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યાં હતાં. એકની એક પુત્રી અને કૌટુંબિક ભાઈના મોતથી મિયાત્રા પિરવારમાં શોકની કાલીમા છવાઈ છે.



પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટના આજીડેમ ચોકડી પાસે રહેતાં વિક્રમભાઈ મનુભાઈ મિયાત્રા, તેમના પત્ની પાયલબેન તથા તેમની એક વર્ષ્ાની પુત્રી નવ્યા અને વિક્રમભાઈના કાકાનો દિકરો રવિ હસમુખભાઈ મિયાત્રા બધા રાજકોટથીચોટીલા માનતા ઉતારવા પગપાળા સાંજે નિકળ્યાં હતાં રાત્રીના દોઢેક વાગ્યે કુચિયાદળ પહોંચતાં પાછળથી પુરપાટ ઝડપે આવતાં અજાણ્યા વાહને પિરવારને અડફેટે લેતા જેમની માનતા ઉતારવાની હતી તે નવ્યા (ઉ.વ.૧) તથા વિક્રમભાઈના કાકાનો દિકરો રવિ (ઉ.વ.ર૩)ને ગંભીર ઈજા થતાં તેમનું મોત નિપજયું હતું જયારે વિક્રમભાઈ અને તેમના પત્ની પાયલબેનને ગંભીર ઈજા થવાથી સારવાર માટે ૧૦૮ મારફતે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ અંગે એરપોર્ટ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS