BREAKING NEWS

એબીવીપીના રાજ્યવ્યાપી આંદોલનના પડઘા ખંભાળિયામાં પડ્યા

  • April 18, 2026 01:49 PM 

એબીવીપીના રાજ્યવ્યાપી આંદોલનના પડઘા ખંભાળિયામાં પડ્યા


ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગત બે વર્ષથી ખામી ધરાવતા જી.સી.એ.એસ. પોર્ટલના વિષયને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાત સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ નક્કર પ્રકારના પગલાં વિદ્યાર્થી હિતમાં લેવામાં આવ્યા ન હોવાનું ખુલવા પામ્યું છે. જેના વિરોધમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા એબીવીપી દ્વારા શુક્રવારે ખંભાળિયામાં જોધપુર ગેઈટ ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
​​​​​​​

આ વિરોધ પ્રદર્શન બાદ જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી. જો આગામી સમયમાં આ માંગ સ્વીકારવામાં આવશે નહીં તો સમગ્ર રાજ્યભરમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચારવામાં આવી હતી.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News