૩૦ લાખની લાંચ કેસમાં ફરાર IRS સંતોષ કરનાની ભાગેડું જાહેર

  • December 02, 2022 11:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સીબીઆઈએ સંતોષ કરનાનીને વોન્ટેડ જાહેર કરવાની સાથે રૂપિયા ૧ લાખના ઇનામના પોસ્ટર્સ પણ જાહેર કરાયા




અમદાવાદમાં ૩૦ લાખની લાંચના કેસમાં ફરાર આઈઆરએસ સંતોષ કરનાનીને ભાગેડુ જાહેર કરાયો છે. સંતોષ કરનાનીને  સીબીઆઈ કોર્ટે ભાગેડુ જાહેર કર્યેા છે. સંતોષ કરનાની વિદ્ધ બિન જામીન પાત્ર વોરટં ઇસ્યુ થયુ છે. ભાગેડુ સંતોષ કરનાનીને શોધવા માટે સીબીઆઈ દ્રારા અલગ અલગ ૨૧ સ્થળોએ સામુહિક દરોડા પાડા છે. સંતોષના નિવાસ તથા તેના સગા સંબંધીઓના નિવાસે દરોડા પાડવામાં આવ્યાં છે. સર્ચ દરમિયાન સંતોષ વિદ્ધ અનેક દસ્તાવેજી પુરાવા મળ્યા છે. આપને જણાવી દઈએ કે, ને પિયા ૪૧.૯૬ લાખની એફડીના પુરાવા મળ્યા છે. સીબીઆઈએ સંતોષ કરનાનીને વોન્ટેડ જાહેર કરવાની સાથે પિયા ૧ લાખના ઇનામના પોસ્ટર્સ પણ જાહેર કરાયા છે.




અમદાવાદમાં એડિશનલ આઈટી કમિશનર સામે પિયા ૩૦ લાખની લાંચની ફરિયાદ નોંધાઈ હતી. અમદાવાદના આશ્રમરોડ પર આવેલા આવકવેરા વિભાગના મુખ્ય ભવનમાં ફરજ બજાવતા એડિશનલ કમિશનર સંતોષ કરનાનીએ ૩૦ લાખ પિયા જેટલી રકમની લાંચ માંગી હતી. એડિશનલ કમિશનર લાંચ લેતા રગં હાથે પકડાય તે પહેલા જ ભાગી ગયા હતા. એસીબીએ ૩૦ લાખની લાંચ લેવાનો ગુનો નોંધ્યો હતો. એડિશનલ કમિશનરે આંગડિયા મારફતે આ રકમ મગાવી હતી.  મળતી માહિતી પ્રમાણે આરોપી સંતોષ કરનાનીએ ફરિયાદીને તેમની ઓફિસે બોલાવી ખૂબ જ મોટુ આર્થિક નુકશાન કરાવવાની વારંવાર ધમકી આપતા હતા અને ફરીયાદીને આર્થિક નુકશાન ના થાય તેવું કામ કરવા માટે ફરીયાદી પાસે ગેરકાયદે રીતે પૈસાની માંગણી કરતા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application