1 એપ્રિલથી 45 વર્ષથી વધુના કોઈપણ વ્યક્તિ લઈ શકશે કોરોનાની રસી

  • March 23, 2021 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કેન્દ્ર સરકારે કોરોનાની રસીને લઈને આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દેશમાં વધતાં જતાં કેસ વચ્ચે મોટી રાહત સરકારના આ નિર્ણયથી મળશે. સરકારે જાહેરાત કરી છે કે આગામી 1 એપ્રિલથી દેશમાં 45 વર્ષથી વધુની ઉંમરની કોઈપણ વ્યક્તિ કોરોનાની રસી લઈ શકશે. આ સત્તાવાર જાહેરા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કરી હતી. 

 

 

મહત્વપૂર્ણ છે કે છેલ્લા ઘણા દિવસોથી દેશભરમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે ત્યારે હવે રસીકરણમાં 45 વર્ષથી વધુની વયના દરેક વ્યક્તિને રસી આપવાની મંજૂરી આપી દેવાતાં આવનારા દિવસોમાં વધુ લોકો કોરોનાથી સુરક્ષિત થઈ શકશે. 

 

 

 

તેમણે આપેલી જાણકારી અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 4.85 કરોડ લોકોને કોરોનાની રસી આપી દેવામાં આવી છે જ્યારે 80 લાખ લોકો એવા છે જેને કોરોનાની રસીના બે ડોઝ આપી દેવામાં આવ્યા છે. 

 

 

દેશમાં અંદાજે 10 હજાર સરકારી સેન્ટર્સ અને હજારો પ્રાઈવેટ સેંટર્સ પર વેકસીન આપવામાં આવી રહી છે. સરકારી સેન્ટર્સ પર ડોઝ ફ્રીમાં આપવામાં આવી રહ્યા છે જ્યારે પ્રાઈવેટ સેન્ટર્સમાં પ્રતિ ડોઝ 250 રૂપિયા ચાર્જ લેવામાં આવી રહ્યો છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS