જૂનાગઢમાં ૭૦ જેટલા યુવાનો ભાજપમાં જોડાયા

  • June 14, 2021 01:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી વર્ષે જુનાગઢ વિધાનસભા અને મહાનગરપાલિકાની  યોજાનારી ચૂંટણીને લઇ પ્રિ પ્લાનિંગ શરૂ થયું હોય તેમ ૭૦ જેટલા યુવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો  જૂનાગઢમાં ગઈકાલે  શહેર ભાજપ પ્રમુખપુનિતભાઈ શર્મા નાં નૈતૃત્વમા જુનાગઢ  શહેર ભાજપ યુવા પ્રમુખ  મનન અભાણી ના નિદર્શન હેઠળ ૭૦ જેટલા યુવાનો ભાજપમાં જોડાયા હતા આ તકે તમામ યુવાઓને મહામંત્રી  ભરતભાઈ શીંગાળા, ઉપપ્રમુખ ભરતભાઈ બાલસ તથા મિડિયા સેલ નાં સહકન્વિનર સંજય પંડ્યા સહિતનાઓએ ખેસ પહેરાવી આવકાર્યા હતા. આ તકે શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા એ જણાવ્યું હતું કે , જોડાયેલા તમામ યુવાઓ યુવાનો ભાજપાની રાષ્ટ્રવાદી વિચારધારા તથા વિકાસ લક્ષી નીતિ ના લીધે જોડાયા છે. આ કાર્યક્રમ ને સફળ બનાવવા યુવા મોરચાના મહામંત્રી  વિનસ હદવાણી તથા અભય રીબડીયા એ જહેમત ઉઠાવી હતી.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS