કેવડિયા ખાતે સી પ્લેનની જેટી માટે 250 જેટલા મગરોનું થશે સ્થળાંતર

  • September 16, 2020 11:35 AM 395 views

આગામી સમયમાં ગુજરાતના અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સરદાર સરોવર નર્મદા ડેમ સુધી સી પ્લેન પણ ચાલુ થવા જઈ રહ્યું છે. જેની કવાયતના ભાગરૂપે નર્મદા ડેમના તળાવ નંબર ત્રણમાં સી પ્લેનની જેટી બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ તળાવમાંથી વનવિભાગ દ્વારા લગભગ 250 જેટલા મગરોની અન્ય સલામત તળાવમાં સ્થળાંતર કરવામાં આવી રહ્યુ છે.


કેવડિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 31મી ઓક્ટોબર 2018ના રોજ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ પ્રવાસન ઉદ્યોગને વેગ મળે સાથે સાથે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ અનેક પ્રોજેક્ટો સરકારે હાથ ધયર્િ છે. આગામી સમયમાં ગુજરાતના અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સરદાર સરોવર નર્મદા ડેમ સુધી સી પ્લેન પણ ચાલુ થવા જઈ રહ્યું છે.
સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા સી પ્લેન માટે કુલ 16 રૂટ નક્કી કયર્િ છે. એ પૈકી ગુજરાતના અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સરદાર સરોવર નર્મદા ડેમ અને અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી પાલિતાણા શેત્રુંજય ડેમ વચ્ચે સી પ્લેન ઉડશે. સરદાર સરોવર નર્મદા ડેમના તળાવ નંબર 3 પર સી પ્લેન ઉતરશે, તો એના માટે નર્મદા વન વિભાગ દ્વારા લગભગ 250થી વધુ મગરોનું તળાવ નંબર 3માંથી રેસ્ક્યુ કરી સરદાર સરોવર ડેમ અને ગીર ફાઉન્ડેશન ખાતે મોકલી અપાયા છે. હાલમાં પણ વન વિભાગ દ્વારા મગરોનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ જ છે.


સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી સરદાર સરોવર નર્મદા ડેમ વચ્ચે સી પ્લેન ની કામગીરી લગભગ પૂર્ણતાને આરે છે. કેન્દ્ર સરકાર દ્વારા હાઈડ્રોટ્રાફિકલ સર્વેની કામગીરી બાદ બન્નેવ રૂટ પર જેટી બનાવવામાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. એવિએશન મિનિસ્ટ્રી સાથે કો-ઓર્ડિશન કરી હંગામી ટર્મિનલ પણ ઉભુ કરાશે. એ બાદ ઉડાન યોજના અંતર્ગત આ રૂટ પર ઓક્ટોબર મહિના સુધીમાં સી પ્લેન ચાલુ કરવાનું આયોજન છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે આગામી 31મી ઓક્ટોબર 2020 ના રોજ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પીએમ મોદી સંભવિત રીતે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે આવી સી પ્લેનનું ઉદ્ઘાટન કરશે. એ બાદ તેઓ મોટર માર્ગે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડમાં હાજરી આપવા રવાના થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application