એક બાજુથી સુશાંત સિહ રાજપૂતની આત્મહત્યા બાદ બોલીવુડમાં પરિવારવાદના વિરોધમાં જુવાળ ફેલાયો છે ત્યારે અભિષેક બચ્ચનને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બે દશક પૂર્ણ થઈ ગયા છે. તેમણે વર્ષ 2000માં જેપી.દત્તાની ફિલ્મ રેફ્યુજી દ્વારા બોલીવુડમાં પદાર્પણ કર્યું હતું, તેઓના જણાવ્યા પ્રમાણે આ ફિલ્મ સુધી પહોંચવા માટેનો સફર તેમના માટે સરળ રહ્યું ન હતું તેણે સોશિયલ મિડીયા પર પોતાના સંઘર્ષની કહાની રજૂ કરી છે, અભિષેકના જણાવ્યા પ્રમાણે તેની કારકિર્દીની શરૂઆત ઓમ પ્રકાશ મહેરાની સાથે થવાની હતી.
અભિષેકે લખ્યું છે કે મોટાભાગના લોકો જાણતા હશે કે 1998માં રાકેશ ઓમપ્રકાશ મેહરા અને હું કેરીયરનો પ્રારંભ સાથે કરવા માગતા હતા, તેમણે મને સમજોતા એક્સપ્રેસ નામની ફિલ્મની સ્ક્રિપ્ટ સંભળાવી હતી, જેના પર અમે બંને કામ કરવા જઈ રહ્યા હતા
.
કઠોર પરિશ્રમ છતાં પણ અમને બંનેને લોન્ચ કરવા વાળું કોઈ મળ્યું નહિ અને મને યાદ નથી કે અમે કેટલા પ્રોડ્યુસર્સ અને ડાયરેક્ટર મળ્યા અને તેમને વિનંતી કરી હતી કે મને એક્ટિંગનો મોકો આપે પરંતુ કોઈ તૈયાર થયું ન હતું, અમે બંને મિત્રો હતા અમે નક્કી કર્યું હતું કે કશુંક એવું બનાવીએ કે તેને રાકેશ ડાયરેક્ટ કરી શકે અને હું તેમાં એક્ટિંગ કરી શકું આ રીતે સમજોતા એક્સપ્રેસ બનવાની હતી.
અભિષેકનો માનીએતો સમજોતા એક્સપ્રેસ ફિલ્મ અટકી ગઈ અને ફિલ્મ માટે તેના લુકને ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ત્યારે જેપી દત્તની રેફ્યુજીમાં તેને લીડ રોલ મેળવવામાં મદદ કરી હતી, તેઓ આગળ લખે છે કે રાકેશ મારા પિતા સાથે ફિલ્મ બનાવવા માટે બિઝી થઈ ગયા હતા અને નસીબના કારણે મને જેપી દત્તા સાહેબની ફિલ્મ મળી ગઈ હતી, અને તેઓને મારા લાંબા વાળ અને સમજોતા એક્સપ્રેસ માટે વધારેલી દાઢી ખૂબ પસંદ પડી હતી.
જેપી સાહેબ આખરી મોગલ ફિલ્મ બનાવવા માટે વિચારી રહ્યા હતા જેના માટે તેમણે નવા યુવાન ચહેરાની શોધખોળ શરૂ કરી હતી, તેઓએ આખરી મોગલ ક્યારેય બનાવી નહીં અને તેના બદલે મને રેફ્યુજીમાં મોકો આપ્યો હતો
અભિષેકે રાકેશ ઓમપ્રકાશ મેહરા સાથે દિલ્હી સિક્સમાં કામ કર્યું હતું તેઓ લખે છે કે આખરે 10 વર્ષ બાદ રાકેશ અને મેં સુંદર રીતે આજના સમયમાં પણ પ્રાસંગિક લાગે તેવી દિલ્હીસિક્સમાં સાથે કામ કર્યું હતું,અને ખુબ જ સરસ કાસ્ટિંગ કરી હતી અમે બધા એક પરિવારની જેમ હતા અમે સાથે રહ્યા હતા.
મહાન અભિનેતાઓ જેની સાથે હું કામ કરવાનું સપનું જોતો હતો, ખરેખર ગજબનો અનુભવ રહ્યો હતો સોનમ કપૂરની આ બીજી ફિલ્મ હતી તેમજ સુંદર અભિનેત્રી વહીદા રહેમાન આંટી સાથે મારી બીજી ફિલ્મ હતી, અને ઋષિ કપૂર સાથે મારી પ્રથમ ફિલ્મ હતી જેમાં હું તેઓનો ફેન હતો, તેઓની સાથે કામ કરવાનો મને મોકો મળ્યો જોકે ચિન્ટુ અંકલ મારી સાથે કેટલાક સીનમાં સાથે હતા અને તેઓના શોટ યાદગાર રહ્યા હતા.
અભિષેક બચ્ચને જણાવ્યું હતું કે પિતા અમિતાભ સાથે કરેલી ફિલ્મ પા માં કામ કરવું પણ તેમના માટે યાદગાર રહ્યું હતું તેઓ જણાવે છે કે તે પોતાના પિતાજીના પપ્પા ની ભૂમિકા કરી હતી અને તેમની સાથે તેઓની છઠ્ઠી ફિલ્મ હતી, બાલ્કી સાથે મારી પ્રથમ અને વિદ્યા બાલન સાથે બીજી ફિલ્મ હતી તેમજ પ્રોડ્યુસર તરીકે આ મારી પ્રથમ ફિલ્મ રહી હતી. આ ફિલ્મનો કોન્સેપ્ટ અનોખો હતો ખુબજ ગંભીરતા સાથે તેને હેન્ડલ કરવામાં આવી હતી, બાલકીના જોરદાર દિમાગ સાથે કામ કરવું તેમને ખરેખર યાદગાર રહ્યું હતું
આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળતા મળી હતી અને તેને ઘણા બધા એવોર્ડ પોતાના નામ પર કર્યા હતા અમે ત્રણ નેશનલ એવોર્ડ પણ જીત્યા હતા અમિતાભ બચ્ચનને બેસ્ટ એક્ટર અરુંધતી ને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ અને મને પ્રોડ્યુસર તરીકે એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આ સંપૂર્ણ રીતે બાળકીના કારણે શક્ય બન્યું હતું કે તેમના વિઝન અને કન્વેક્શન ના કારણે આ બધું શક્ય બન્યું હતું મારા પિતાજીએ જણાવ્યું હતું કે અમારા ફિલ્મ માટે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ નોંધવામાં આવ્યું હતું. પામા અસલ પિતા-પુત્રને વિરુદ્ધ ભૂમિકા ભજવવાની હતી એટલે કે પુત્ર પિતાની ભૂમિકામાં અને પિતા પુત્રની ભૂમિકામાં આવી હોય જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationગુજરાતમાં આજે કોરોના પોઝિટિવ 13105 કેસ નોંધાયા
April 22, 2021 07:39 PMરાજકોટની વરવી વાસ્તવિકતા, એમ્બ્યુલન્સમાં અંતિમવિધિ માટે એક સાથે 4-4 મૃતદેહ લવાયા
April 22, 2021 07:25 PMરાજકોટ : ઓક્સિજનની અછત, લોકો કહી રહ્યા છે, "ઓક્સિજનને કારણે અમારા સ્વજન મોતને ભેટશે"
April 22, 2021 07:21 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech