સાંસદ અભયભાઈ ભારદ્વાજના ઓક્સીજન લેવલમાં સુધારો, 8 દિવસ થશે ECMO પદ્ધતિથી સારવાર

  • September 16, 2020 11:43 AM 280 views

રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજની તબિયત નાજુક થતાં પહેલા અમદાવાદથી 3 નિષ્ણાંત ડોક્ટરોની ટીમ રાજકોટ પહોંચી હતી અને ત્યારબાદ સુરતથી ડો સમીર ગામી રાજકોટ આવી પહોંચ્યા છે.  અભયભાઈ ભારદ્વાજની તબિયત અંગે નિતીનભાઈએ જણાવ્યું હતું કે અભયભાઈ ભારદ્વાજના ફેફસામાં કાર્બન ડાયોક્સાઈડ ઓછો કરવાની અને ઓક્સીજન લોહીમાં ભેળવવાની ક્ષમતા ઓછી થઈ છે જેના કારણે લોહી દ્વારા ઓક્સીજન શરીરમાં પુરતા પ્રમાણમાં પહોંચતું નથી. તેવામાં હવે તેમના શરીરમાં ઓક્સીજનનું લેવલ જે ઘટ્યું છે તે વધે તે માટેની ટ્રીટમેન્ટ સુરતના ડો સમીર ગામી કરશે. 

 

તેઓ મોડી રાત્રે જ રાજકોટ પહોંચી ચુક્યા હતા અને સારવાર શરુ કરી હતી. સવાર સુધીમાં અભયભાઈ ભારદ્વાજના ઓક્સીજન લેવલમાં સુધારો જોવા મળ્યો હતો. હવે આગામી 8 દિવસ સુધી ડો સમીર ગામી ઈસીએમઓ સિસ્ટમથી તેમના ફેફસાની સારવાર કરશે.  

 

અમદવાદની ટીમે અભયભાઈ ભારદ્વાજનું સ્વાસ્થ ચકાસી જણાવ્યું હતું કે અભય ભારદ્વાજના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે અને કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધારે છે. આ સાથે જ શરીરમાં લોહીના ગઠ્ઠા જામી ગયા હોવાથી સ્થિતિ સ્ટેબલ નથી. તેમની રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટી છે. ઓક્સિજન લોહીમાં પહોંચતું નથી. આથી તેમની સારવાર મશીનથી કરવામાં આવશે. તેમને લોહી પાતળુ કરવા માટે દવા અને ઇન્જેક્શન પણ આપવામાં આવ્યા છે હવે તેમને જરૂર પડશે તો મશીન પણ તૈયાર રાખવામાં આવશે. હાલ અમદાવાદથી આવેલા ડોક્ટરો રવાના થઈ ચુક્યા છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application
-----