આથિયાએ બનાવી કેકની તસવીર બોયફ્રેન્ડ રાહુલએ કરી શેર

  • March 26, 2020 10:44 AM 184 views

 

ક્રિકેટર કેએલ રાહુલ અને એકટ્રેસ આથિયા શેટ્ટીનું બોન્ડ દિવસે ને દિવસે સ્ટ્રોન્ગ થઈ રહ્યું છે. ખાસ્સા સમયથી આથિયા અને રાહુલના અફેરની ચર્ચા થઈ રહી છે. ઘણીવાર આથિયા અને રાહુલ એકબીજા સાથે વેકેશન પર, લંચ કે ડિનર પર જતા પણ જોવા મળ્યા છે. ત્યારે હવે લાગી રહ્યું છે અથિયા રાહુલ માટે બેકિંગ શીખી રહી છે. આથિયાએ રાહુલ માટે બનાના બ્રેડ બનાવી છે. જેની તસવીરો ક્રિકેટરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં શેર કરી છે. 

 

રાહુલે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ તસવીરો શેર કરી છે. પહેલી તસવીરમાં આથિયાએ બનાવેલી બનાના બ્રેડની તસવીર શેર કરી છે. તેણે આ તસવીરમાં આથિયાને ટેગ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર મહિનામાં કેએલ રાહુલે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી. જેમાં તે અથિયા સાથે જોવા મળ્યો હતો.