ટેલિવિઝનના આ અભિનેતા પાસે હોસ્પિટલનું બિલ ચૂકવવાના રૂપિયા નથી

  • May 22, 2020 10:01 AM 469 views

 

અનેક ટેલિવિઝન શ્રેણીઓમાં કામ કરી ચૂકેલા 'સસુરાલ સિમર'ના એક્ટર આશિષ રોય હાલ હોસ્પિટલમાં ભરતી છે. જેઓ આર્થિક રીતે પાયમાલ થઈ ચૂક્યા છે, અને સોસીયલ મીડિયા મારફતે લોકોને મદદ માટે અપીલ કરીને જણાવ્યું છે કે તેઓ આઈસીયુ માં છે,તેમજ સારવાર માટે પૈસાની જરૂરિયાત હોય લોકોને મદદ માટે આગળ આવવા અપીલ કરી છે.

 

આશિષ રોયે જણાવ્યું છે કે 18 તારીખથી હોસ્પિટલમાં દાખલ છે. હાલ તેમની પાસે એક પણ રૂપિયો નથી અને હોસ્પિટલમાં તેમને રોજિંદા પૈસા ચૂકવવાના થાય છે. પરંતુ તેમની પાસે જેટલા રૂપિયા હતા તેટલા તેમણે ચૂકવી આપ્યા છે ને હવે તેમની પાસે કંઈ બચ્યું નથી.

 

તેમની પાસે છેલ્લા બે લાખ રૂપિયા હતા જે હોસ્પિટલના બિલમાં ભરપાઈ થઈ ચૂક્યા છે માટે તેઓ લોકોને મદદ કરવા માટે ફોન કરી રહ્યા છે. રોહિતે એ પણ જણાવ્યું છે કે તેને અલગ વોર્ડમાં રાખવામાં આવ્યા છે જે અત્યંત મોંઘો છે અને તેનું ડાયાલિસિસ પણ ચાલી રહ્યું છે.


રોજિંદા ચાર કલાક ડાયાલિસિસ દવાઓ અને ઈન્જેકશનની સારવાર નો ખર્ચ હવેથી તેને પોશાય શકે તેમ નથી, કારણ કે તેની પાસે રહેલા નાણાં ખર્ચાઇ ચૂક્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application