આરોગ્ય સેતુ એપે કયો રેકોર્ડ તોડ્યો ? જાણો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ભારત સરકારે લોકોને કોરોના સંક્રમણથી બચવા માટે આરોગ્યસેતુ મોબાઇલ એપ ને એપ્રિલની શરૂઆતમાં લોન્ચ કરી હતી તેમજ આ એપ ડાઉનલોડ બાબતમાં વિશ્વ પરના ટોપ ટેન માંથી ભારત એક બની રહ્યું છે, આ બાબતની જાણકારી નીતીપંચના  મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાન્ત દ્વારા જાહેર કરવામાં આવી છે.

 

આરોગ્ય સેતુને કોરોનાવાયરસ  સંક્રમણ રોકવાના ઉદ્દેશથી બનાવવામાં આવી હતી,જે આરોગ્યક્ષેત્રે લોકો ને જણાવે છે કે કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિ તેના સંપર્કમાં આવી છે કે નહીં. આ સિવાય આ એપ દ્વારા તમને પણ જાણકારી મળી શકે છે કે કોરોના સંક્રમણનો ખતરો કેટલો છે.

 

આરોગ્ય સેતુ અપને હિન્દી, અંગ્રેજી અને મરાઠી સહિત 11 ભાષાઓમાં ઉપલબ્ધ કરવામાં આવી છે આ એપમાં કોરોનાવાયરસ ને રોકવા માટેના તમામ પગલા દર્શાવવામાં આવ્યા છે આ સિવાય આ એપ તમારો લોકેશન અને ટ્રાવેલ હિસ્ટ્રી ના આધારે જણાવે છે કે તમે કોરોના સંક્રમણનો ખતરો છે કે નહીં આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કર્યા બાદ નામ અને મોબાઈલ નંબર સાથે રજીસ્ટર કરવી પડશે. ત્યારબાદ ભાષા અને ની પસંદગી કરવા પડશે અને ખોલતા જ તમને જણાવવામાં આવશે કે કોરોનાવાયરસ ના સંક્રમણનો ખતરો છે કે નહીં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS