આજકાલના અહેવાલથી ટોકન બદલવાની ફરજ પડી

  • May 13, 2021 06:06 PM 

વેકિસનેશન માટેના બોગસ ટોકનનું કારસ્તાન ચાલી રહ્યાનો અહેવાલ આજકાલમાં પ્રસિધ્ધ થયા બાદ તત્રં જાગ્યું: મેયર, ડે.મેયર અને સ્ટે.ચેરમેને મ્યુનિ.કમિશનરને આદેશ કરતાં આજથી નવા પ્રિન્ટેડ ટોકન અમલમાં: પદાધિકારીઓ આરોગ્ય કેન્દ્રોની મુલાકાતે દોડી ગયા


રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રો પર કોરોના સામેની કોવિશિલ્ડ અને કોવેકિસન રસી આપવામાં આવી રહી છે અને તે રસી લેવા રાજકોટવાસીઓ પ્રચડં ધસારો કરી રહ્યા હોય મહાપાલિકા તત્રં દ્રારા ટોકન સિસ્ટમ અમલી કરવામાં આવી હતી અને ટોકન નંબર મુજબ વેકિસન આપવામાં આવતી હતી.

 


દરમિયાન આ અંગેના બોગસ ટોકનનું કારસ્તાન ચાલી રહ્યાનો અહેવાલ ગઈકાલે સૌપ્રથમ અને એકમાત્ર આજકાલ દૈનિકમાં પ્રસિધ્ધ થયા બાદ મહાપાલિકા તત્રં સફાળુ જાગ્યું હતું અને રાતોરાત ટોકન બદલી નાખ્યા હતા. મેયર ડો.પ્રદીપ ડવ, ડે.મેયર ડો.દર્શિતા શાહ અને સ્ટે.કમિટી ચેરમેન પુષ્કર પટેલ, શાસક નેતા વિનુ ધવા, શાસકપક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા સહિતના પદાધિકારીઓએ આ અંગે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલને આદેશ કરતાં કમિશનરે આજથી જૂના ટોકન સદંતર બધં કરીને નવા પ્રિન્ટેડ ટોકન અમલમાં મુકયા છે.

 


મહાપાલિકાના ૨૧ આરોગ્ય કેન્દ્રો પર વહેલી સવારથી વેકિસન લેવા માટે નાગરિકોની કતારો લાગી જતી હોય આ સ્થિતિને થાળે પાડવા ટોકન આપવાનું શરૂ કરાયું હતું પરંતુ અમુક તત્વો દ્રારા અપાતા ટોકન જેવા જ બોગસ ટોકન બનાવીને વેકિસન લેવામાં આવી રહી હોવાની જાણકારી આજકાલને વાંચકો તરફથી મળી હતી અને આજકાલે આ કારસ્તાનને ઉજાગર કર્યું હતું. આજકાલમાં અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ ગઈકાલ સુધી પૂઠામાં સ્કેચપેન કે બોલપેનથી લખીને અપાતા ટોકન સદંતર બધં કરી દેવામાં આવ્યા છે અને હવે ગુલાબી રંગના કાગળમાં મહાપાલિકાના લોગો સાથે તેમજ જે તે આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરના સહી સાથે ટોકન આપવાનું શરૂ કરાયું છે.
વિશેષમાં આ અંગે મેયર ડો.પ્રદીપ ડવે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આરોગ્ય કેન્દ્રો પર લાગતી કતારો નિવારવા માટે તેમજ વ્યવસ્થા વધુ સુધ્ઢ બનાવવા માટે આજે તેમણે નારાયણનગર આરોગ્ય કેન્દ્ર, મવડી આરોગ્ય કેન્દ્ર અને આંબેડકરનગર આરોગ્ય કેન્દ્રની વિઝિટ લીધી હતી. મેયરે ઉમેર્યું હતું કે, આજકાલ દૈનિકના માધ્યમથી વેકિસનેશન પ્રોગ્રામમાં બોગસ ટોકનનો મામલો ધ્યાને આવતા તેમણે રાતોરાત મ્યુનિ.કમિશનરને આદેશ કરીને નવા ટોકન પ્રિન્ટ કરાવી આજથી અમલી કરાવ્યા છે.

 


 ડે.મેયર ડો.દર્શિતા શાહે જણાવ્યું હતું કે આજે તેમણે સૂચક સ્કૂલ આરોગ્ય કેન્દ્ર, ગીતગુર્જરી સોસાયટીના ચાણકય સ્કૂલ આરોગ્ય કેન્દ્ર, નંદનવન આરોગ્ય કેન્દ્ર અને કોઠારિયા આરોગ્ય કેન્દ્રની વિઝિટ કરી જરૂરી સૂચનાઓ આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS