આજકાલ ઇમ્પેકટ: ટ્રાફિક વોર્ડન હવેથી સિગ્નલ તોડીને જવા દઇ શકશે નહીં

  • January 13, 2021 04:37 PM 1234 views

શહેરના મુખ્ય મુખ્ય ચોકમાં ટ્રાફિક સિગ્નલ અને ટ્રાફિક શાખાના કર્મચારીઓની હાજરી હોવા છતાં સર્જાતી ટ્રાફિક સમસ્યા માથાના દુ:ખાવાપ છે અને સિગ્નલ બંધ થઇ ગયું હોવા છતાં ટ્રાફિક વોર્ડનના કહેવાથી રોડ ક્રોસ કરનારા વાહનચાલકોને ઇ-મેમો ફટકારાતો હોવાથી આવા વાહન ચાલકોમાં રોષ છવાયો છે તેવા આજકાલના ગઇકાલના અહેવાલની તુરંત ઇમ્પેકટ પડી છે અને તમામ ટ્રાફિક વોર્ડનને સિગ્નલ બંધ હોય ત્યારે કોઇ વાહનચાલકને જવા માટે સુચના નહીં આપવા તાકીદ કરવામાં આવી છે.


ગઇકાલે મોટી સંખ્યામાં વાહનચાલકો પોલીસ કમિશનર કચેરી સ્થિત આઇ-વે પ્રોજેકટના ક્ધટ્રોલ મ પાસે ઉમટી પડયા હતાં અને તેમને ખોટી રીતે મેમો ફટકારવામાં આવ્યા છે તેવી રજૂઆતો કરી હતી. આ બધા વાહનચાલકોનું કહેવું હતું કે, ટ્રાફિક વોર્ડનના કહેવાથી રોડ ક્રોસ કર્યો છે, આમ છતાં અમને ઇ-મેમો ફટકારવામાં આવ્યો છે. આ રજૂઆતને ગઇકાલે આજકાલ દૈનિકે પુરતી વાચા આપી હતી અને તંત્રને જગાવવાનો પ્રયાસ કર્યો હતો.


આ અહેવાલ બાદ શહેરનું ટ્રાફિક તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને કાલે સાંજે જ તમામ ટ્રાફિક વોર્ડનને જરી સુચનાઓ આપી દેવામાં આવી છે. ટ્રાફિક બ્રાન્ચના એસીપી ચાવડાએ આજકાલને જણાવ્યું હતું કે, અમે ટ્રાફિક વોર્ડનને સુચનાઓ આપી છે કે તેઓ સિગ્નલ બંધ હોય ત્યારે કોઇપણ વાહનચાલકને જવા દેવા માટે હાથેથી ઇશારા ન કરે. આઇ-વે પ્રોજેકટના કેમેરામાં સિગ્નલ બંધ હોય ત્યારે લાઇન ક્રોસ કરનારા વાહન ચાલકો ઝડપાઇ જાય છે અને તેથી તેમના ઇ-મેમો ઇસ્યુ થાય છે.


આ સુચના મળ્યા પછી હવેથી ટ્રાફિક વોર્ડન કોઇ વાહનચાલકને સિગ્નલ તોડીને જવાની સુચના નહીં આપે.


એસીપી ચાવડાએ એમ પણ કહ્યું કે, રાજકોટની પ્રજાએ પણ ટ્રાફિક અને સિગ્નલના નિયમોને અનુસરવાની જર છે. કેટલાંક સમય પૂર્વે જયારે પુરતા સિગ્નલ ચાલુ ન હતાં ત્યારે ટ્રાફિક વોર્ડન મેન્યુઅલી ટ્રાફિક નિયમન કરતા હતાં પરંતુ હવે મોટાભાગના ચોકમાં ટ્રાફિક સિગ્નલ ચાલુ થઇ ગયા છે તેથી વાહનચાલકોએ ટ્રાફિક સિગ્નલને જ અનુસરવું જોઇએ. તેમણે એમ પણ કહ્યું હતું કે રાજકોટ શહેરમાં કોઇ મોટી ટ્રાફિક સમસ્યા સર્જાતી નથી પરંતુ કેટલાંક વાહન ચાલકો ઉતાવળથી નીકળી જવાની લ્હાયમાં નિયમો તોડતા હોય છે અને આવા વાહનચાલકોના મેમો ઇસ્યુ થાય છે. વાહનચાલકોએ થોડી ધીરજ રાખીને ટ્રાફિક શાખાની વ્યવસ્થામાં સહકાર આપવો જોઇએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application