ભાવનગરમાં ચીનથી આવેલી યુવતીને કોરોના જેવા લક્ષણો જણાતા દોડધામ

  • October 28, 2020 02:04 AM 40 views

ભાવનગર જિલ્લાની એક વિધાર્થીની ચીનથી પરત ફરી હતી જેને શરદી, ઉધરસ જેવું જણાતા સંબંધીઓ ચોકયા હતા અને જાગૃતતા દાખવી સર ટી હોસ્પિટલમાં નિદાન માટે કોરોના માટેના ખાસ વોર્ડમાં લઇ આવેલ આથી આરોગ્ય તત્રં પણ દોડતું થયું હતું યારે યુવતીના પરિવારજનોમાં પણ ભયનું લખલખું પસાર થઈ ગયેલ. જોકે તબીબી રિપોર્ટમાં આ યુવતીનું આરોગ્ય સલામત હોવાનું અને કોરોનાની અસર નહીં હોવાનું સ્પષ્ટ્ર થયુ હોવાનું જાણવા મળ્યું છે.


ચીનમાં હાહાકાર મચાવનાર અને વૈશ્વિક મહામારી જાહેર થયેલો કોરોના વાયરસ અનેકને ઝપટમાં લઇ રહયો છે જેથી ચીનમાં અભ્યાસ માટે ગયેલા વિધાર્થીઓ આરોગ્યની સલામતીના કારણોસર સ્વદેશ પરત ફરી રહ્યા છે જેમાં ભાવનગરના પણ અનેક છાત્રો વતન પરત ફર્યા છે અને તમામનું સ્વાસ્થ્ય સા હોવાનો સરકારી તબીબોનો અભિપ્રાય છે. સુત્રોથી પ્રાપ્ય વિગતો મુજબ  ચિનથી તાજેતરમાં પરત ફરેલી એક વિધાર્થીનીને શરદી ઉધરસ જેવા લક્ષણો જણાતા તુરતં જ તેમના સંબંધિઓએ જાગૃતતા દાખવી તંત્રને જાણ કરતા મહત્પવા ઘરે ગયેલી આ છાત્રાને પરત ભાવનગર લાવી સર તખ્તસિંહજી હોસ્પિટલમાં ખાસ કોરોના માટે તૈયાર કરાયેલા વોર્ડમાં દાખલ કરી પ્રાથમિક સારવાર શ કરી દેવાઈ હતી અને સેમ્પલો લઇ પરીક્ષણ અર્થે મોકલી અપાતા જેમાં રિપોર્ટ નેગેટીવ આવ્યો છે અર્થાત સબ સલામત હોવાનું તબીબોએ જણાવ્યું હતું.


આથી સૌ કોઈને હાશકારો થયો હતો. સમગ્ર ઘટનામાં આરોગ્ય તંત્રની કામગીરી, સજાગતા અને સમય સુચકતા સાથે વિધાર્થીનીના પરિવારની સ્વયં સાવધાની અને જાગકતા ઉડીને આંખે વળગે તેવી હતી.!

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application