બરડા ડુંગરના પેટાળમાં દારૂની પ૬ કોથળી સાથે યુવાન ઝડપાયો

  • February 14, 2020 02:46 PM 9 views

બરડા ડુંગરના પેટાળમાં દારૂની પ૬ કોથળી સાથે યુવાન ઝડપાયો હતો જયારે કોટડા અને ઓડદરમાં પણ દારૂના ધંધાર્થીઓ સામે પગલા લેવાયા છે.


આદિત્યાણા નવાપરા વિસ્તારમાં રહેતા નાથો ઉર્ફે ભાવેશ ભીમા ગુરગુટીયા ને પોલીસે બરડા ડુંગરના આદિત્યાણાથી આંટીનેશ જતાં રસ્તે પેટાળમાંથી દારૂની પ૬ કોથળીના બે બાચકા સહિત ૧૧ર૦ના મુદ્દામાલ સાથે પકડી પાડયો હતો. જયારે કોટડાના દેવીપુજકવાસમાં રહેતા વશરામ ચના ચૌહાણને પણ ૧૮૦ રૂપિયાના દારૂ સાથે ઝડપી લેવાયો છે. ઓડદર ગામે લાલુફળીયામાં રહેતી શાંતિબેન ખીમા ઓડેદરાને  ૬૦ લીટર આથા સહિત મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવી છે.