મોરબીમાં પ્રેમલગ્ન કરનાર યુવાનનો સોશિયલ મીડિયામાં વ્યથા ઠાલવ્યા બાદ આપઘાત

  • July 20, 2021 12:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીમાં પ્રેમલગ્ન કરનાર યુવાન જીવનથી કંટાળી ગયો હોય પત્ની તેને છોડીને ચાલી ગયા બાદ કોર્ટ કેસ કરી પત્નીના માતાપિતા સહિતના ત્રાસ આપતા હોવાની વ્યથા ઠાલવતો વિડીયો સોશ્યલ મીડિયામાં અપલોડ કરી બાદમાં આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

મોરબીના વાવડી રોડ વિસ્તારમાં રહેતા કિશનભારથી અશોકભારથી ગૌસ્વામી (ઉ.વ.૨૬) નામના યુવાને ગળેફાંસો ખાઈ ગઈકાલે આપઘાત કરી લીધો હતો જે બનાવને પગલે એ ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી તો મૃતક યુવાને આપઘાત કરતા પહેલા વિડીયો બનાવી સોશ્યલ મીડિયામાં પોતાની વ્યથા ઠાલવી હતી જેમાં યુવાન એવું જણાવી રહ્યો છે કે તેને પ્રેમલગ્ન કર્યા હતા જે યુવતી અને તેના માતાપિતા અને યુવતીના માસી સહિતના લોકો તેને ત્રાસ આપતા હોવાથી હવે તેને જીવવું નથી પ્રેમલગ્ન કરનાર યુવાનની પત્ની માતાપિતાને ઘર ચાલી ગઈ હોય અને કોર્ટ કેસ ચાલતો હોય યુવાનને હેરાન કરવામાં આવતો હોય જેથી કંટાળી જઈને યુવાને આપઘાત કર્યો હોવાનું પોતે બનાવેલ વિડીયોમાં યુવાન જણાવી રહ્યો છે તો યુવાનના આપઘાતના બનાવને પગલે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ વી.પી.છાસિયા ચલાવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS