ફીમેલ ડમી સાથે યુવક નીકળ્યો ડેટ પર, બાઈક પર પાછળ બેસાડી ડ્રાઈવ પર પણ લઇ ગયો !

  • February 19, 2024 05:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેલેન્ટાઈન ડે હમણાં જ પસાર થયો. આ અવસરે દરેકે પોતાના પ્રેમીઓ સાથે પ્રેમભરી પળો વિતાવી હતી. વેલેન્ટાઈન ડેથી લઈને અત્યાર સુધી ઈન્ટરનેટ પર ઘણા કપલ્સના વીડિયો વાયરલ થયા છે. આમાંથી કેટલાક રોમેન્ટિક વીડિયો છે અને કેટલાક ફની વીડિયો પણ સામે આવ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર વધુ એક ફની વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવક ડમી યુવતીને બાઇક પર લઈને શહેરમાં ફરતો હતો.


જેમની ગર્લફ્રેન્ડ છે તેમની સ્થિતિ તો ઠીક છે, પણ જે છોકરાઓ સિંગલ જ ફરતા હોય તેમનું શું થશે? આ દુઃખમાંથી બહાર આવવા માટે એક છોકરાએ એક અદ્ભુત ઉપાય શોધી કાઢ્યો. વીડિયોમાં મુજબ છોકરો તેની મોટરસાઈકલ પર છોકરીની જગ્યાએ છોકરીની ડમી લઈને શહેરમાં ફરતો હોય છે. વીડિયોમાં છોકરાની આ હરકત જોઈને રસ્તા પરથી પસાર થતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને કેટલાક લોકો હસી પણ રહ્યા છે. વીડિયોમાં, છોકરો પસાર થતા લોકોને "હેપ્પી વેલેન્ટાઇન ડે" કહેતો જોવા મળે છે.


આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે- કેપેબલ ઈન્દોરી. વીડિયો અનુસાર, આ મામલો મધ્યપ્રદેશના ઈન્દોરનો છે. વીડિયો જોયા બાદ લોકો તેના પર કોમેન્ટ કરીને છોકરાને ખૂબ એન્જોય કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- આ માત્ર ઈન્દોરમાં થઈ શકે છે. બીજાએ લખ્યું- ભૈયા ઈન્દોરી હૈ, કુછ ભી કર સકતે હૈ, તો અન્ય ઘણા લોકોએ ટિપ્પણી કરતી વખતે હસતા ઇમોજીસ પોસ્ટ કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application