કળમાદમાં પાણી બંધ કરવા મુદ્દે ઝગડો થતાં યુવાનની છરી મારી હત્યા

  • March 17, 2021 01:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મૂળીના કળમાદમાં મંગળવારે સવારે રસ્તાનું કામ ચાલતું હોઇ આધેડે કામ પુરું થાય ત્યાં સુધી પાઇપ લાઇનમાંથી વહેતું પંચાયતનું પાણી બંધ કરવાનું કહેતાં વાલ્વમેન સાથે બોલાચાલી થઇ હતી. જોત જોતામાં ઝઘડો ઉગ્ર બનતાં વાલ્વમેનના સગીર ભાણાંએ આધેડ પર છરીથી હુમલો કરતાં આંતરડા બહાર આવી ગયા હતાં. લોકોને દવાખાને લઇ જવા લોકોને પોકારતાં આધેડનું સારવાર દરમિયાન મોત નીપજતાં ચકચાર મચી છે. ઘટનાથી ત્રણ સંતાનોનાં પિતાએ જીવ ખોતા શોકનુ મોઝુ ફરી વળ્યુ છે. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ આરંભી છે.


આ અંગે મૂળી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ મૂળીનાં કળમાદમાં રહેતા અને ખેતી કરી ગુજરાન ચલાવતાં ચલાવતા રાહુભાઇ ભીમાભાઇ ચિત્રા મંગળવારે સવારે ઘર પાસે બ્લોક પાથરવાની કામગીરી ચાલતી હતી જેથી રાહુભાઇ પાઇપલાઇન નાંખવાના કામ સમયે વાલ્વમેનને પંચાયતનું પાણી ન છોડવા જણાવ્યું હતું. આ મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થતાં વાલ્વમેન નાજભાઇ વેગડે પાછળથી આવી રાહુભાઇને પકડી રાખ્યા હતાં. તેવામાં તેમના સગીરા ભાણેજે છરીનો ધા પડખામાં મારી દેતા લોહી લુહાણ હાલતમાં રાહુભાઇ તેમની બાજુમાં રહેતા રાજુભાઇ લાખાભાઇ ચિત્રા પાસે જઇને દવાખાને લઇ જવાનુ કહેતા દવાખાને લઇ જવાયા હતા જયાં રાહુભાઇનું સારવાર દરમિયાન મોત થતા બે પુત્રી અને એક પુત્રએ પિતાની અને પત્નિએ પતિની છત્રછાયા ગુમાવતા સમગ્ર ગામમાં શોકનુ મોઝુ ફરી વળ્યુ હતુ. આ અંગે મૂળી પોલીસ મથકે જાણ થતા પી એસ આઇ ડી જે ઝાલા , હરદેવસિંહ ,વિશુભા પરમાર, મહોબતસિંહ, પી પી ઝાલા સહિતનિ સ્ટાફે કોઇ ઇચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી લાશની અંતિમવિધી કરાવી આરોપીને ઝડપી પાડવા વિવિધ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS