મૂળી નજીક ટ્રકે કારને હડફેટે લેતા જૂનાગઢના યુવાનનું મોત

  • March 24, 2021 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરેન્દ્રનગરના મૂળી પાસે ટ્રકે કારને ઠોકરે લેતાં અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા જૂનાગઢના યુવાનનું મોત થયું હતું. યુવક રાજકોટની કંપનીમાં સર્વિસ એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો અને સાઇટ વિઝીટ માટે જતા સમયે અકસ્માતની આ ઘટના બની હતી.આધારસ્તંભ સમાન યુવાનોના મોતથી મુસ્લિમ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ મુળી નજીક સવારના સુમારે ટ્રકે કારને ઠોકરે લેતાં કારમાં સવાર રફીક જુસબભાઈ દલ (ઉ.વ ૨૮) નામના યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી તેમજ કારમાં સવાર અન્ય એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી.

ગંભીર રીતે ઘવાયેલા યુવાનને પ્રથમ સાયલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને રાજકોટ સરકારી હોસ્પિટલ સારવાર માટે લાવતા અહીં સારવાર મળે તે પૂર્વે યુવાને દમ તોડી દીધો હતો. અકસ્માતમાં મોતની ભેટનાર યુવાન જૂનાગઢની કસ્તુરબા સોસાયટીમાં રહેતો હતો. બે ભાઈ એક બહેનના પરિવારમાં તે મોટો હતો, તેને સંતાનમાં ત્રણ માસની દીકરી ખુશી છે. યુવાન રાજકોટમાં એક કંપનીમાં સર્વિસ એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો અને ફરજના ભાગરૂપે સાઇટ વિઝીટ માટે તે સુરેન્દ્રનગર અને ધાંગધ્રા તરફ જવા માટે કારમાં નીકળ્યો હતો દરમિયાન મુળી પાસે અકસ્માત નડતાં તેનું મોત થયું હતું. આધારસ્તંભ સમાન યુવાનના મોતથી પરિવારજનોમાં શોક છવાઈ ગયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS