BREAKING NEWS

પત્ની, સસરા, વકીલ, સાળાના ત્રાસથી કંટાળી ગયો છું..ગીર ગઢડામાં યુવાને આપવીતીનો વીડિયો સો.મીડિયામાં મુકી આપઘાત કર્યો

  • January 21, 2026 01:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર ગઢડા તાલુકાના નવા ઉગલા ગામે યુવાને સોશ્યલ મીડિયામાં વિડિઓ પોસ્ટ કરી ઝેરી ટીકડા ખાઈ જઈ આત્મહત્યા કરી લીધાના બનાવનું કારણ તેમની પત્ની અને સાસરિયાના ત્રાસ હોવાનું અને જવાબદાર ગણાવાયું છે.

ગીર ગઢડા તાલુકાના નવા ઉગલા ગામે રહેતા ગોપાલભાઈ ધનાભાઇ સોંદરવાએ મોબાઈલ ફોન ઉપર પોતાનો વિડીયો બનાવી સોશીયલ મીડિયા પોસ્ટ કરી એકદમ દુ:ખદ હાલતમાં પિતા ધનાભાઇને સંબોધી કહેલ કે તેમની પત્ની રૂપલ, સસરા મનસુખભાઈ ઉગાભાઈ પરમારનો વકીલ, પલની ફોઇ શોભા અને સાળાના ત્રાસથી આ પગલું ભરેલ છે. અને તેને જવાબદાર ગણવા તેમ કહી અનાજમાં રાખવાના ઝેરી ટીકડા ખાઈ જતા સ્થિતિ બગડી હતી. પિતા ધનાભાઇ સોંદરવા મજૂરી કામે તુલસીશ્યામ ગયા હોય જાણ થતા તુરતં ઘરે આવી ગોપાલને ઊના હોસ્પિટલે સારવાર માટે લઈ ગયા હતા. ત્યાં ફરજ બજાવતા ડોકટરે મૃત જાહેર કર્યો હતો. ગીર ગઢડા પોલીસને જાણ થતાં પોલીસે એ. ડી. નોંધી પિતા નું નિવેદન નોંધી તપાસ શરૂ કરી છે. 


આ અંગે મૃતકના પિતા ધનાભાઇ સોંદરવાએ જણાવેલ કે પહેલા ગોપાલ ના લ ગીર ગઢડા તાલુકાના એક ગામે થયા હતા પતિ પત્ની ને ના બનતા છૂટાછેડા થઈ ગયા હતા ત્યાર બાદ ૧૧ મહિના પહેલા વિસાવદર તાલુકાના વેકરીયા ગામે મનસુખભાઈ ઉગાભાઈ પરમારની દીકરી રૂપલ સાથે થયા હતા. પતિ અને પત્નીને અણ બનાવ બનતા પત્ની રૂપલ પિયર વેકરીયા ગામે માતા અને પિતાના ઘરે ચાલી ગઈ હતી. અને કોર્ટમાં ગોપાલ ભાઈ સામે ભરણ પોષણનો કેસ દાખલ કર્યેા હતો. પલ અને તેમના પિતા અવાર નવાર ગોપાલને માનસિક ત્રાસ આપી હેરાન કરતા હતા. 


પત્ની પક્ષે છૂટું કરવા રૂપિયા બે લાખ માગતા હતા 

ગોપાલ પાસે રૂપિયા ના હોય, ગોપાલ પિતાથી જુદો રહેતો હોય ત્રાસથી કંટાળી વિડિયોમાં મા, બાપ, બહેનોની ભૂલની માફી માગી હતી. તેમના મોતના જવાબદાર પત્ની રૂપલ, સસરા મનસુખભાઈ, સાળો, પોતાનો વકીલ અને પલની ફઈ શોભાને જવાબદાર ગણાવેલ હતા. તેમના પિતાએ જણાવેલ કે ગોપાલની ક્રિયા વિધિ પૂરી કરી પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવશે. આ અંગે ગીર ગઢડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વાઘેલા એ જણાવેલ કે હાલ ગોપાલ ની એ.ડી. નોંધી છે. જો ફરિયાદ કરવા આવશે તો નોધી તપાસ કરીશું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application