નાના આંબલાના યુવાને દોઢ વર્ષ પહેલા લીધેલી વ્યાજ સહિતની રકમ ચુકવી આપી : વધુ એક લાખની માંગણી કરી : જામનગરના બે શખ્સો સામે ફરીયાદ
જામનગરના પંચવટી સોસાયટી વિસ્તારમાં નાના આંબલા ગામના માછીમાર વેપારીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને ધમકી દીધાની જામનગરના નવાગામ ઘેડ અને રામેશ્ર્વરનગરમાં રહેતા બે શખ્સ સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે.
દોઢેક વર્ષ પહેલા ધંધાના વિકાસ માટે 10 લાખની રકમ 12 લાખ ભરપાઇ કરવાની શરતે લીધા બાદ કટકે કટકે 16 લાખ ચુકવી દેવા છતા વધુ એક લાખની માંગણી કરીને આ ધમકી દેવામાં આવી હોવાનું પોલીસ ચોપડે નોંધાયુ છે.
ખંભાળીયા તાલુકાના નાના આંબલા ગામમાં રહેતા અને સી ફુડ વેચાણનો વેપાર કરતા યુનુસ ઇબ્રાહીમભાઇ ગજણ (ઉ.વ.34) નામના યુવાનને મચ્છીમારીના વેપારના ધંધાના વિકાસ માટે આર્થિક જરીયાત ઉભી થતા આશરે દોઢેક વર્ષ પહેલા પૈસાની જરીયાત હોવાથી અનિઘ્ધસિંહ નામના શખ્સે યુનુસભાઇને કહેલ કે તેમના મોટાબાપુના દિકરા પ્રદિપસિંહ વ્યાજે પૈસા આપે છે.
આ વાત કરતા ફરીયાદીએ ા. 10 લાખ પ્રદિપસિંહ પાસેથી એક વર્ષ માટે લીધા હતા જે વ્યાજ પેટેના ા. 12 લાખ ભરપાઇ કરવાની શરતે જામનગરના પંચવટી વિસ્તાર રાધીકા ફાઇનાન્સની ઓફીસની બાજુમા આશરે દોઢેક વર્ષ પહેલા લીધા હતા.
ફરીયાદી યુનુસભાઇએ આ રકમને કટકે કટકે 16 લાખ ચુકવી આપેલ હોવા છતા આરોપીઓએ ફરીયાદી પાસેથી વધુ પીયા એક લાખની માંગણી કરી હતી. અને અનિઘ્ધસિંહે ફરીયાદી યુવાનને ફોન કરીને કહેલ કે તે પીયા દેવાનુ કેમ બંધ કરી દીધુ છે, પ્રદિપસિંહનો ફોન આવે છે તેમ કહી મે તને પૈસા દેવડાવી બહુ ભુલ કરી છે તું કયાં છો લોકેશન આપ એટલે અમો બંને જણા તને જોઇ લઇએ તેમ કહી અપશબ્દો કહયા હતા.
ઉપરાંત જો આ પીયા નહી આપે તો માર ખાઇશ તેમ ધમકી આપી ફરીયાદી પાસેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી આરોપીઓએ એકબીજાને મદદગારી કરી હતી. યુનુસભાઇ ગજણ દ્વારા ઉપરોકત વિગતોના આધારે ગઇકાલે સીટી-બી ડીવીઝનમાં નવાગામ ઘેડમાં રહેતા અનિરુઘ્ધસિંહ કિરીટસિંહ જાડેજા અને રામેશ્ર્વરનગર એવન્યુ એપાર્ટમેન્ટ ફલેટ નં. 201માં રહેતા પ્રદિપસિંહ તખુભા જાડેજાની વિરુઘ્ધ આઇપીસી 504, 506(1), 114 તથા મનીલેન્ડસ એકટ મુજબ ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુંગણી ગામમાં આધેડ ઉપર જીવલેણ હુમલાનો બનાવ હત્યામાં પલટાયો
May 14, 2025 12:40 PMલાલપુરમાં રહેતા શ્રમિક યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત
May 14, 2025 12:34 PMજામનગરમાં રીક્ષાચાલક વ્યાજખોરની ચુંગાલમાં ફસાયો
May 14, 2025 12:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech