YouTuberનું અનોખું કારનામું, મિસ્ટર બીમે બનાવ્યો 8 ફૂટનો રીયલ iPhone !

  • June 29, 2023 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



આજકાલ વિશ્વમાં ઘણા લોકો યુટ્યુબ પર અજીબોગરીબ પરાક્રમો કરતા જોવા મળે છે. આ દરમિયાન, મેથ્યુ બીમ નામના અમેરિકન યુટ્યુબરે 8 ફીટનો સંપૂર્ણ કાર્યરત વિશાળ આઇફોન બનાવ્યો છે. આને લગતો એક વીડિયો પણ યુટ્યુબ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. યુટ્યુબ પર વિડિયો પોસ્ટ કર્યા બાદ તે ખૂબ વાયરલ પણ થઈ રહ્યો છે.


YouTuber મેથ્યુ બીમે એપલના સૌથી મોંઘા ફોન iPhone 14 Pro Maxનું એક મોડેલ બનાવ્યું છે, જેની લંબાઈ 8 ફૂટ છે. મેથ્યુ બીમે ફોનને કારમાં મૂક્યો અને તેની ન્યૂયોર્કની ગલીઓમાં લઈ ગયો.

બીમે ફોનમાં ગીતો ચલાવવા માટે વોલ્યુમ બટન પણ ઉમેર્યું છે. તેમની ચેનલ પર પોસ્ટ કરાયેલા એક યુટ્યુબ વિડિયોમાં બીમે આટલો વિશાળ આઈફોન બનાવવાની પ્રક્રિયા શેર કરી છે. તેણે કહ્યું કે એક મજબૂત મેટલ ફ્રેમ તૈયાર કરવામાં આવી હતી, જેણે વિશાળ ફોન બનાવવામાં મદદ કરી. પછી iPhone ની ડિઝાઇનને પૂરક બનાવવા માટે ઉપકરણમાં મેટ ફિનિશ ઉમેરે છે.

આ ફોનમાં ઘણા પ્રકારના બટન છે, જેનો ઉપયોગ અલગ-અલગ હેતુઓ માટે થાય છે. મેથ્યુ બીમ અને તેમની ટીમે ડિસ્પ્લે પર ખાસ ધ્યાન આપ્યું છે. તેઓએ ડિસ્પ્લે પર લેસર લાઈટ પણ ઉમેરી છે.


આ આઇફોનમાં મેક મિની સાથે કનેક્ટેડ છે. આ કારણે ફોન તેના વિશાળ કદ હોવા છતાં વાસ્તવિક આઇફોનનો અહેસાસ આપે છે. વિશાળ ફોન સેલ્ફી માટે ફ્રન્ટ-ફેસિંગ કેમેરા સહિત બેક કેમેરા પણ છે. જો કે, બીમ બતાવે છે કે તેમના આ ફોન પર સેલ્ફી લેવી એ થોડું મુશ્કેલ છે.


મિસ્ટર બીમે 8 ફૂટ ઉંચો iPhone બનાવીને અગાઉનો રેકોર્ડ તોડવામાં સફળ રહ્યો. અગાઉ, ZHC નામના અન્ય યુટ્યુબરે વર્ષ 2020માં 6 ફૂટ લાંબો iPhone બનાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application