માર્કેટ યાર્ડ પાસેથી રૂા.૧૦.૫૦ લાખનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

  • April 29, 2021 03:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં બુટલેગરો બેફામ બન્યા છે ત્યારે તેના ઉપર પોલીસે વોચ ગોઠવી આવા દારૂના ધંધાર્થીઓ ઉપર દરોડા પાડવાનું શરૂ કર્યું છે. રાજકોટ શહેરમાં ઘૂસાડવામાં આવેલો ૧૦.૫૦ લાખનો દારૂ એસીપી ક્રાઈમ ડી.વી. બસીયાની ટીમાન આર.કે. જાડેજા અને ચંદ્રસિંહ જાડેજાની બાતમીના આધારે પકડી પાડવામાં આવ્યો હતો અને પોલીસે ૧૨ લાખનો મુદ્દામાલ કબજે કરી બે આરોપીઓને ઝડપી લીધા હતા.

 


માર્કેટિંગ યાર્ડ પાસે બાતમીના આધારે એસીપી ક્રાઈમની ટીમે વોચ ગોઠવી હતી તે દરમિયાન શંકાસ્પદ રીતે નીકળેલા ટ્રકને અટકાવવામાં આવ્યો હતો જેની તલાશી લેવામાં આવતા આ ટ્રકમાંથી આશરે ૨૦૦ પેટી જેટલો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ દારૂના જથ્થા સાથે ટ્રકચાલક સહિત બે શખસોની ધરપકડ કરવામાં આવી હતી. એસીપી ક્રાઈમ ડી.વી. બસીયાની ટીમના એએસઆઈ આર.કે. જાડેજા અને ચંદ્રસિંહ જાડેજા સહિતની ટીમે પૂછપરછ કરતાં આ જથ્થો રાજકોટના બુટલેગરે મગાવ્યાનું ખૂલ્યું હતું. પોલીસે આશરે ૧૦.૫૦ લાખનો દારૂ તેમજ ટ્રક સહિત ૧૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા છે અને બન્ને શખસોની પૂછપરછના આધારે દારૂ સપ્લાયર અને મગાવનાર બુટલેગર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS