કેન્દ્રની 3 ડોક્ટરની ટીમ અમદાવાદ આવી પહોંચી

  • November 21, 2020 05:48 PM 563 views

ગુજરાતમાં વધતા જતા કોરોના કેસોને ગંભીરતાથી લઈને કેન્દ્રની એક ટીમ આજે ગુજરાત આવી પહોંચી હતી. ટીમે અમદાવાદની એસવીપી હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ કોવિડના દર્દીઓની સારવાર પદ્ધતિ અને ડોક્ટરોની કામગીરીની ચકાસણી કરી હતી. બપોર બાદ રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે આ ટીમ બેઠક કરીને ગુજરાતની કોરોનાની વાસ્તવિક પરિસ્થિતિ અંગેનો રિપોર્ટ તૈયાર કરી કેન્દ્રના આરોગ્ય મંત્રાલયને આપશે, જેના આધારે ગુજરાતમાં કોરોનાને કાબૂમાં લેવા માટેની ચોક્કસ ગાઈડલાઈન્સ કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવશે.

 

અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસોને નિયંત્રિત કરવા માટે કેન્દ્રમાંથી રાષ્ટ્રીય વિકાસ નિગમના ડાયરેક્ટર ડો. એસ.કે સિંઘની ટીમ ગુજરાતમાં આવી પહોંચી છે. કોરોનાનું સંક્રમણ રોકવાની વિશેષ જવાબદારી ડો.એસ.કે.સિંઘને સોંપવામાં આવી છે. ત્યારે ભારત સરકારના તજજ્ઞ ડોક્ટરોની અમદાવાદ એસવીપી હોસ્પિટલ ખાતે પહોંચી છે અને અમદાવાદ ઉપરાંત અન્ય મહાનગરોમાં કોરોના સંક્રમણની સ્થિતિ અંગે સમીક્ષા કરશે, જેમાં કોરોનાનું ટેસ્ટિંગ વધારવા તેમજ વધતું જતું સંક્રમણ રોકવાની વ્યૂહરચના અંગે ચચર્-િવિમર્શ થશે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓને દિશાનિર્દેશ પણ આપશે.


કેન્દ્ર સરકારની ખાસ ટીમે અગાઉ ઓગસ્ટમાં વિડિયો-કોન્ફરન્સના માધ્યમથી વડોદરા સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં કોવિડનાં નિયંત્રણ અને નિયમન માટે કરવામાં આવેલી કામગીરી અને અસરકારકતાની ઓનલાઇન સમીક્ષા કરી હતી. વડોદરાના ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે આ ટીમ સમક્ષ છેલ્લા 4 મહિના દરમિયાન કોવિડના પડકારને પહોંચી વળવા માટે વડોદરામાં કરવામાં આવેલા અગ્રીમ આયોજન અને પહેલને તેમજ અસરકારક અમલીકરણનું નિદર્શન રજૂ કર્યું હતું.


શહેરમાં વધતા જતા કોરોનાના કેસની સાથે દર્દીના ફેફસા, હૃદયમાં બ્લડ ક્લોટ થતા હોવાથી પણ મોત થઈ રહ્યા હોવાનું ગંભીર તારણ બહાર આવતા એઈમ્સની ટીમ દોડી આવી હતી. એઈમ્સ નવી દિલ્હીના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરીયા અને ડો. મનીષ સુનેજાની ટીમે જુલાઈમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ સહિત અન્ય હોસ્પિટલોની મુલાકાત લઈને સારવાર આપી રહેલા તબીબો સાથે રોગ અને સંક્રમણને લઈને પરામર્શ કર્યો હતો. ટીમે જુલાઈ મહિનામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્વની બેઠક યોજી હતી. આ બન્ને તબીબો ગુજરાતમાં કોરોનાગ્રસ્તોની સારવાર કરતા તબીબો, પેરામેડિકલ સ્ટાફ તેમજ દર્દીઓ સાથે વાતચીત કરીને જરૂરી સલાહ અને માર્ગદર્શન પાડ્યુ હતું. અમદાવાદના હોટસ્પોટ વિસ્તારના કેસની હિસ્ટ્રીથી માંડીને સારવાર અને મૃત્યુના કારણો જાણવાની કોશિશ કરી હતી.


કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમે જુલાઈ અને ઓગસ્ટમાં કોરોનાના કેસ અંગેની સમીક્ષા કરવા ગુજરાતની મુલાકાત લીધી હતી. દિલ્હીથી 4 સભ્યની ટીમ ગુજરાતમાં આવીને સુરત અને અમદાવાદની કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. નીતિ આયોગના સભ્ય વિનોદ પોલ, આઈસીએમઆરના ડાયરેકટર જનરલ બલરામ ભાર્ગવ, એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરીયા અને આર.પી. આહુજા એડિશનલ સેક્રેટરી હેલ્થ એન્ડ ફેમિલી ડિપાર્ટમેન્ટ ગુજરાત આવ્યાં હતાં. તે સમયે અમદાવાદ અને સુરત શહેરની કોરોનાની સ્થિતિ અંગે કેન્દ્રની ટીમે સમીક્ષા કરી હતી.ચારેય સભ્યોની ટીમ સુરત અને અમદાવાદ શહેરના ક્ધટેઈનમેન્ટ વિસ્તારોની પણ મુલાકાત કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application