ફેટ લોસ કરનારા લોકો માટે ખાસ ચેતવણી, દર અઠવાડિયે આટલું વજન ઓછું કરવું છે સલામત

  • May 20, 2024 08:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વધતા વજનથી પરેશાન લોકો તેને ઘટાડવા માટે વિવિધ પદ્ધતિઓ અપનાવે છે. આમાંની કેટલીક પદ્ધતિઓ છે જેને અપનાવીને ઝડપથી વજન ઓછું કરી શકાય છે. જોકે, ICMRએ લોકોને ધીમે ધીમે વજન ઘટાડવાની સલાહ આપી છે. ICMR દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકાએ વજન ઘટાડવાનો પ્રયાસ કરતા લોકોને સંતુલિત આહાર ખાવાની ભલામણ કરી છે અને તેમને ઝડપથી વજન ન ઘટાડવા અથવા ફેટ લોસ માટેની દવાઓ ન લેવા જણાવ્યું છે.


ICMR અનુસાર, વજન ઘટાડવાની પ્રોસેસ ધીમી હોવી જોઈએ. આવી સ્થિતિમાં, વજન ઘટાડવાના આહારમાં દરરોજ 1000 કેલરી હોવી જોઈએ અને તે તમામ પોષક તત્વો આપે છે. દર અઠવાડિયે અડધો કિલો વજન ઘટાડવું સલામત માનવામાં આવે છે. ઝડપી વજન ઘટાડવાની ટ્રિક્સ અને ફેટ લોસની દવાઓનો ઉપયોગ ટાળવો જોઈએ.


પૂરતા પ્રમાણમાં શાકભાજી સાથે સંતુલિત આહાર લો - ફાઈબર અને પોષક તત્વોથી ભરપૂર ખોરાક ફૂડ ક્રેવિંગ્સને રોકવામાં મદદ કરી શકે છે. આ વધારાની કેલરીની જરૂરિયાતને ઘટાડશે. વધુ શાકભાજી ખાઓ- કેલરી ઓછી અને વિટામિન, મિનરલ્સ અને ફાઈબરથી ભરપૂર શાકભાજી વજન ઘટાડવામાં મદદ કરશે.


મુઠ્ઠીભર બદામ, સાદા દહીં, મસાલા સાથે સમારેલી શાકભાજી જેવા પોષક તત્વોથી ભરપૂર વિકલ્પો પસંદ કરો. ગ્રિલિંગ, બેકિંગ, સ્ટીમિંગ અથવા સોસિંગ દ્વારા તૈયાર કરાયેલા ખોરાકમાં તેલની ઓછી જરૂર પડે છે. તેલમાંથી બનેલા ખોરાકમાં એનર્જી લેવલ ઘટી જાય છે. સોડા અને ફળોના રસ જેવા ખાંડવાળા પીણાં ઓછા ખાઓ. પાણી, હર્બલ ટી અથવા શુગર લેસ પીણાં સ્વાસ્થ્ય માટે વધુ સારા છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News