જામનગર ના બેડી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ રાત્રે ફરી “સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઇવ” યોજાઈ
જામનગરમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાનાર હોવાથી કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈની દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં “સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઇવ” હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી.
જે અનુસંધાને ગઈ રાતે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરી તથા બેડી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. પિપરોતરાની આગેવાની હેઠળ એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલ-ફર્લો સ્ક્વોડ તથા બેડી મરીન પોલીસ સ્ટાફ દ્વારા બેડી, થરી પાડો, સોઢાફળી અને રામ મંદિર વિસ્તાર સહિતના વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ કામગીરી દરમિયાન એમ.વી. એક્ટ હેઠળ કુલ રૂ. ૨,૩૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો, તેમજ પ્રોહિબિશન અંતર્ગત ૦૨ કબ્જાના કેસ અને ૦૧ પીધેલ કેસ નોંધાયા હતા. ઉપરાંત ૦૨ સ્થળોએ રેઇડ હાથ ધરવામાં આવી હતી અને ૦૫ બુટલેગરોની ચકાસણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત પોલીસે કુલ ૨૬ વાહનોનું ચેકિંગ કર્યું હતું. ૦૧ ટપોરી વ્યક્તિની તપાસ કરવામાં આવી હતી, ૦૨ હિસ્ટ્રીશીટરોની ચકાસણી કરવામાં આવી હતી તેમજ ૦૭ એમ.સી.આર. ચેક કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર કામગીરી એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલ-ફર્લો સ્ક્વોડ તથા બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી.