અમુક રાજ્યોમાં મીની લોકડાઉનનો સંકેત

  • April 03, 2021 09:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાના વધતા કેસ વચ્ચે મીની લોકડાઉનનો સંકેત આપતા ડો. રણદીપ ગુલેરિયા
 દેશભરના ઘણા રાજ્યોમાં કોરોના સંક્રમિતના આંકડા ઝડપથી વધી રહ્યા છે. તેને કાબુ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે, પરંતુ તેમ છતાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 80 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. એવામાં લોકોમાં ભય વધી રહ્યો છે અને તેમના મનમાં ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં એઈમ્સના વડા ડો. રણદીપ ગુલેરીયાએ કહ્યું છે કે, દેશમાં મીની લોકડાઉન લાદવું પડી શકે છે.

 


ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું, દેશમાં સ્થિતિ યોગ્ય નથી. ખતરાની ઘંટી વાગી રહી છે. દેશમાં કોરોના પોઝિટિવિટી દર ઝડપથી વધી રહ્યો છે. તેને કાબુ કરવા માટે ખૂબ કડકતાની જરૂર છે. વેક્સીન આવ્યા બાદ લોકો કોરોનાને ભુલવા લાગ્યા, પરંતુ હકીકતમાં કોરોના ગયો નથી. આ કારણ છે કે, જેમ જેમ લોકો માસ્ક લગાવવાનું બંધ કર્યું, પાર્ટીમાં જવાનું શરૂ કર્યું, તેમ તેમ કોરોનાના કેસમાં વધારો થવા લાગ્યો. આ મહામારીથી બચવું છે તો પ્રત્યેક વ્યક્તિને પોતાની જવાબદારી સમજવી પડશે. માસ્ક લગાવવું પડશે, ભીડથી બચવું પડશે. જો આપણે કોરોના સંક્રમણને રોકવા માગીએ છે તો ભેગા મળીને ટ્રિપલ ટી ફોર્મ્યુલા પર કામ કરવું પડશે. ટેસ્ટિંગ, ટ્રેકિંગ, આઇસોલેશન, ક્ધટેઇનમેન્ટ ઝોન ફરીથી બનાવી આ મહામારી પર કાબુ કરવો પડી શકે છે.

 


એઈમ્સ ડાયરેક્ટરે વધુમાં કહ્યું, મને ભય છે કે, આ વર્ષે કોરોનાનો પિક 1 લાખને પાર કરી શકે છે. જોકે આપણે ગયા વર્ષે ઘણું શીખ્યા છીએ. અમારી પાસે આઇડિયા છે કે, કેવી રીતે કોવિડ ઇન્ફેક્શનને રોકી શકાય છે, વેક્સીનનો સપોર્ટ છે. પરંતુ જે તેજીથી સંક્રમિતોના આંકડા વધી રહ્યા છે તે કહેવું ખોટું નથી કે, કોરોના ગત વર્ષના પિક રેકોર્ડ આ વર્ષે તોડશે. ત્યારે જેમ જેમ કોરોનાના કેસ વધશે હોસ્પિટલોમાં પણ દબાણ વધશે. આ ખુબજ ગંભીર સ્થિતિ હશે જ્યારે એક સાથે કોવિડ અને નોન કોવિડ દર્દીઓની સારવાર કરવી પડશે.

 


ડો. ગુલેરિયાએ કહ્યું કે, આખા દેશમાં કોરોના લોકડાઉન લાગવું મુશ્કેલ છે. પરંતુ જ્યાં કોરોનાના વધારે કેસ આવી રહ્યા છે. તે એરિયાને આપણે ક્ધટેઇનમેન્ટ ઝોન જાહેર કરવો પડશે. ત્યાં મીની લોકડાઉન જેવી સ્થિતિ કરવી પડશે, જેથી લોકો તે એરિયાથી બહાર ના જઈ શકે અને સંક્રમણને કાબુ કરી શકાય. આ મીની લોકડાઉન ત્યાં સુધી રહેશે જ્યાં સુધી અમે તેમ ન કહી શકીએ કે આ એરિયામાંથી લોકડાઉન હટાવવામાં આવી રહ્યું છે. આ પ્રકારે લોકડાઉનની જરૂરિયાત અમે આવનારા સમયમાં કરી શકીએ છીએ. પરંતુ આખા દેશમાં લોકડાઉન કરવાથી બહુ ફાયદો થશે નહીં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS