તાલાલા, જામનગર, ભાવનગરમાં ભૂકંપના આંચકાનો સિલસિલો

  • April 17, 2021 10:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉનાળાના બળબળતા તાપ શરૂ થતાં જ સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકાઓ શરૂ થતાં ફફડાટ વ્યાપ્યો છે બે દિવસમાં ભાવનગર મા બે તાલાળા માં એક અને જામનગરમાં બે મળી કુલ ચાર ભૂકંપના આંચકા નોંધાયા હતા


તાલાલામાં ભૂકંપના આંચકાઓ નો સિલસિલો અવિરત  હોય તેમ ૨.૧ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો એપી સેન્ટર અરબી સમુદ્ર માં ૧૦ કિલોમીટર ઊંડાઈ  તાલાળા માં ગઈકાલે બપોરે  ૧૨: ૧૭ મિનિટે ૨.૧ ની તીવ્રતાનો આંચકો ગાંધીનગર સિસ્મોલોજી સેન્ટરમાં નોંધાયો હતો જેનું એપી સેન્ટર તાલાળા થી ૬૧ કિલોમીટર  દક્ષિણે અરબી સમુદ્રમાં ૧૦ કિલોમીટર ઊંડે નોંધાયું હતું અરબી સમુદ્રમાં આંચકા નું એપીસેન્ટર નોંધાતા ફફડાટ વ્યાપ્યો છે  તો આ ઉપરાંત ભાવનાગર માં ગઈ કાલે સવારે ૯:૫૦ મિનીટે ૧.૩  ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો ગાંધીનગર સિસ્મોલોજી નોંધાયો હતો જેનું એપી સેન્ટર ભાવનગર થી  ૧૪ કિલોમીટર પશ્ચિમે જુના જાળીયા ગામે જમીનની ૨.૪ કિલોમીટર નોંધાયું હતું તો ગઈકાલે મધ રાત્રે ૧૨:૪૬ મિનિટે ૧.૮ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો જેનું એપી સેન્ટર ભાવનગર થી ૧૫ કિલોમીટર પશ્ચિમે રાજપરા ગામે જમીનની ૩.૨ કિલોમીટર ઊંડાઈએ નોંધાયું હતું આજે વહેલી સવારે જામનગરના લાલપુરમાં ૨.૩ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો  જામનગર પંથકમાં પણ ભૂકંપના આંચકાઓ નો સિલસિલો અવિરત હોય તેમ લાલપુરમાં આજે વહેલી સવારે ૪: ૪૬ મિનિટે ૨.૩ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો ગાંધીનગર સિસ્મોલોજી સેન્ટરમાં નોંધાયો હતો તેનું એપિસેન્ટર લાલપુર થી ૩૦ કિલોમીટર દક્ષિણે નવાગામ પાસે નોંધાયું હતું.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS