આયુર્વેદની ચિકિત્સાનો પરચો: બ્લેક ફંગસના દર્દી એલોપથીની સારવાર વિના સાજા થઇ ગયા

  • July 19, 2021 02:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અલગ અલગ થેરાપીની મદદથી દર્દીઓને રાહત, ૨૦ દર્દીઓ પર પ્રયોગ થયાં છે, શરીરના અગં બચાવી લેવાયા હોવાનો આયુર્વેદિક વૈધનો દાવો


અલોપથી દવાઓ સામે આયુર્વેદની દવાઓ અસર કરે છે કે નહીં તેનો વિવાદ ચાલતો રહે છે પરંતુ હકીકત એવી છે કે કોરોના પછી બ્લેક ફંગસના દર્દીઓ આયુર્વેદની દવાઓથી સાજા થઇ રહ્યાં છે. અમદાવાદની અખંડઆનદં આયુર્વેદિક કોલેજમાં આવો કિસ્સો જોવા મળ્યો છે.

 


આ કોલેજમાં મ્યુકર માઇકોસિસ (બ્લેક ફંગસ)ની સારવાર લઇ રહેલા ૨૦ દર્દીઓ પર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં જણાયું છે કે બ્લેક ફંગસના દર્દીઓને આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિથી ફાયદો થયો છે. આ દવાથી સારા પરિણામ મળ્યાં છે. આ દર્દીઓને ખુદ પર આયુર્વેદિક દવાનો ભરોસો હોવાથી તેઓ આ જગ્યાએ દાખલ થયા હતા.
બ્લેક ફંગસના કેટલાક દર્દીઓએ ૪૫ થી ૬૦ દિવસ સુધી બીજી જગ્યાએ સારવાર મેળવી હતી પરંતુ બિમારીમાં ફેર પડો ન હતો. તેમણે આયુર્વેદિક ચિકિત્સા કરવા માટે અખંડઆનદં કોલેજમાં સહારો લીધો હતો. આ દર્દીઓને અગાઉ ૧૦ થી ૨૦૦ એમ્પોટેરેસીનના ઇન્જેકશન આપવામાં આવ્યા હતા પરંતુ ફરક પડો ન હતો. આ દર્દીઓના દાંત, જડબા અને પેઢાં કાઢવાની જરિતાય ઉભી થઇ હતી.

 


જો કે આ અંગો કઢાવતાં પહેલાં તેમણે આયુર્વેદિક સારવારનો સહારો લીધો હતો. નજીવા ખર્ચે ડોકટરો દર્દીની સારવાર કરે છે. રાયના આયુષ વિભાગ દ્રારા સંચાલિત તમામ આયુર્વેદિક હોસ્પિટલોમાં સંપૂર્ણ સારવાર વિનામૂલ્યે આપવામાં આવતી હોય છે. આ ૨૦ દર્દીઓના શરીરમાં ૧૦ થી ૧૫ દિવસમાં ધાર્યા કરતાં પણ વધારે ફરક પડો છે.
અખંડઆનદં આયુર્વેદિક કોલેજના પંચકર્મ વિભાગના ચિકિત્સક ડો. રામ શુકલાએ જણાવ્યું હતું કે ગંભીર રોગમાં પણ આયુર્વેદિક સારવાર અસરકારક સાબિત થાય છે. અમારે ત્યાં દાખલ કરવામાં આવેલા ૨૦ દર્દી પૈકી ચાર દર્દી એવા હતા કે જેમને બ્લેક ફંગસનું ઇન્ફેકશન મગજ સુધી પ્રસરી ચૂકયું હતું, જેમને આયુર્વેદિક સારવારની સાથે ન્યુરો પ્રોટેકિટવ ડ્રગ્સ આપવામાં આવતા તેમના શરીરમાં નિષ્ક્રિય થયેલા ભાગો સજીવન થયાં હોવાનું જણાયું છે.
તેમણે જણાવ્યું હતું કે બ્લેક ફંગસની આયુર્વેદિક સારવારમાં પંચકર્મ મહત્વનો ભાગ ભજવે છે. એ ઉપરાંત શીરોકૃમિ અને દુષ્ટ્રપ્રતિષ્યાયનો પણ પ્રયોગ કરવામાં આવે છે. પંચકર્મ ચિકિત્સામાં નષ્ય એટલે કે નાક વાટે ઔષધિના ટીંપા મુખ અને મસ્તિષ્કના ભાગમાં વહન કરાવવામાં આવે છે. એવી જ રીતે ધૂપન ચિકિત્સામાં બીડીમાં તમાકુની જગ્યાએ આયુર્વેદિક ઔષધિઓ ભરીને દર્દીને આપવામાં આવે છે. આ ધૂમાડો શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે તે ફગને કન્ટ્રોલ કરે છે.
દર્દીને મુખ લેપ ચિકિત્સા પણ આપવામાં આવે છે જેમાં ઔષધિઓના લેપ કરવાના હોય છે. બ્લેક ફંગસ થયા પછી ચહેરા પરના સોજા, સડો અને ઇન્ફાલમેશનને તે નિયંત્રિત કરે છે. બિડાલકનો લેપ કે જે આંખના ભાગમાં થયેલા સોજા અને આખં ખૂલવાની બધં થાય ત્યારે આપવામાં આવે છે.
લીચ થેરાપી આયુર્વેદની અન્ય વિશિષ્ટ્ર પદ્ધતિ છે જેમાં જળોની સારવાર થાય છે જે શરીરના ભાગોમાં દૂષિત થયેલા લોહીનો ક્રાવ કરી નવા રકતનો સંચાર કરે છે. કોરોના થયા બાદ યારે શરીરમાં ડી–ડાયમર વધે એટલે કે લોહીના ગઠ્ઠા પડવાના શ થાય, ટીસ્યુ એટલે કે પેશીઓના મૃત કોષોને પુર્નજીવિત કરે તે ભાગમાં આ લેપ લગાવવાથી લોહીના ગઠ્ઠા ઓગળતા હોય છે. અને નવી રકતવાહિનીનું નિર્માણ થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application