એ.આર. રહેમાનની દીકરી થઈ ટ્રોલ, લોકોએ કરી આવી કોમેન્ટસ

  • February 14, 2020 11:18 AM 9 views

ઓસ્કર એવોર્ડ વિનર ભારતીય સંગીતકાર એ.આર રહેમાનની દીકરી ખતીજા રહેમાન બુરખા પહેરવા પર અનેકવાર ટ્રોલ કરવામાં આવી છે. હવે લેખિકા તસ્લીમા નસરીને ટિટ કરી કે, મને રહેમાનનું સંગીત બહત્પ જ પસદં છે. પરંતુ મને એ જોઈને ગૂંગળામણ થાય છે કે, ભણેલી–ગણેલી મહિલાઓનું પણ કેવી રીતે બ્રેનવોશ થાય છે. ગત વર્ષે પણ રહેમાનની દીકરી બુરખો પહેરવા મામલે ટ્રોલ થઈ હતી.

 

જોકે, જવાબમાં રહેમાને કહ્યું હતું કે, તેને પોતાની પસંદથી પહેરવેશ પસદં કરવાનો અધિકાર છે. બે ઓસ્કાર પુરસ્કારોથી સન્માનિત પોતાના પિતા રહેમાનની ફિલ્મ સ્લમડોગ મિલિયોનેરના સંગીતના દસ વર્ષ પૂરા થવાના પ્રસંગે રહેમાનની દીકરી ખતીજા સાડી અને નકાબ પહેરીને નજર આવી હતી. જેના પર સોશિયલ મીડિયા પર તીખી પ્રતિક્રીયા આપવામાં આવી હતી. ખતીજાએ આ સમારોહ દરમિયાન પોતાના પિતાના વખાણ કરતા કહ્યું હતું કે, ઓસ્કાર એવોર્ડ મળ્યા બાદ પણ તેઓ બદલાયા નથી. 

 

૫૧ વર્ષીય એ.આર રહેમાને એક તસવીર શેર કરી હતી, જેમાં તેની પત્ની અને દીકરી રહીમા બિના નકાબ પહેરેલ દેખાઈ રહી છે. યારે કે ખતીજાનો ચહેરો બુરખાથી ઢંકાયેલ છે. ખતીજાએ આ વિશે ફેસબુક પર લખ્યું કે, હત્પં જણાવવા માંગુ છું કે, જે કપડા હત્પં પહે છું તેના નિર્ણયો હત્પં લઉ છું. તેનું મારા માતાપિતા સાથે કોઈ લેવાદેવા નથી. નકાબ પહેરવું મારી જિંદગીનો અંગત નિર્ણય છે. હત્પં વયસ્ક છું અને મારી જિંદગીના નિર્ણયો જાતે લેવામાં જાણું છું. ખતીજાએ પોતાની પોસ્ટમાં તેણે લખ્યું કે, મને નથી ખબર કે મારા પિતાની સાથે સ્ટેજ પર બુરખો પહેરીને નજર આવવા પર આવી પ્રતિક્રીયાઓ આવશે. પંરતુ હત્પં કહેવા માગું છું કે મારા પર બુરખો પહેરવા મામલે કોઈ દબાણ કરવામાં આવ્યું નથી. તેથી મારા પિતાને લઈને આવું કહેવું ડબર માપદડં રાખે છે, તે ખોટું છે.