રાજકોટમાં પબ્લિક બાઈક શેરિંગ પ્રોજેકટ થશે લોન્ચ

  • January 13, 2021 05:25 PM 603 views

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે આજે વહેલી સવારે શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલતા પ્રોજેકટની વિઝિટ લીધી હતી જેમાં મુખ્યત્વે ટૂંક સમયમાં લોકાર્પણ થનાર આમ્રપાલી બ્રિજ પ્રોજેકટની વિઝિટ લઈ સમીક્ષા કરી હતી. દરમિયાન આ તકે તેમણે શહેરની શાન સમા રેસકોર્સ રિંગરોડ પર આજકાલ સર્કલ નજીક કિસાનપરા ચોકમાં પબ્લિક બાઈક શેરીંગ પ્રોજેકટનું ટૂંક સમયમાં લોન્ચિંગ કરવા તૈયારી ચાલી રહ્યાનું પણ જાહેર કર્યું હતું.


વિશેષમાં સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સર્વિસના ભાગપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે કિસાનપરા ચોક નજીક પબ્લિક બાઈક શેરીંગના પાઈલોટ પ્રોજેકટનું ટૂંક સમયમાં લોન્ચિંગ કરવામાં આવનાર છે જેમાં શહેરીજનો માટે નજીકના સ્થળોએ પહોંચવા માટે માઈ બાઈક એજન્સી મારફતે પબ્લિક બાઈક શેરીંગ સ્ટેશન ખાતેથી પ્રોજેકટ શ કરાશે. શહેરીજનો આ પ્રોજેકટ હેઠળની સાઈકલના વપરાશ કરવા માટે નિર્ધિરિત સ્થળ પર માત્ર એક વખત રજિસ્ટ્રેશન કરાવી મોબાઈલ એપ્લિકેશનની મદદથી સાઈકલ લઈ એક સ્થળેથી બીજા સ્થળે મુસાફરી કરી શકશે તથા નિર્ધિરિત સ્થળ પર સાઈકલ જમા થયા બાદ મુસાફરી પૂર્ણ થયેલ ગણાશે તથા વપરાશકતર્નિા મોબાઈલ એપ વોલેટમાંથી સાઈકલ ભાડાની ચૂકવણી થઈ જશે અને સાઈકલ શેરીંગ સ્ટેશન માટે વારંવાર રજિસ્ટ્રેશન વિગેરેની પ્રક્રિયામાંથી મુક્તિ મળશે. આ યોજના શ થવાથી રાજકોટ શહેરના નાગરિકોને પબ્લિક બાઈક શેરીંગ પ્રોજેકટ હેઠળ બાઈસીકલ સર્વિસ મળી રહેશે, ટ્રાફિકની સરળતા થશે, પ્રદૂષણ ઘટશે, લોકોના આરોગ્યમાં સુધારો થશે અને પાર્કિંગના પ્રશ્ર્નનું પણ નિરાકરણ થશે.


આજે મ્યુનિસિપલ કમિશનરે આમ્રપાલી બ્રિજ ઉપરાંત કેનાલ રોડ પર ગુંદાવાડી સહિતના વિસ્તારોમાં ડીઆઈ પાઈપલાઈન નેટવર્ક નાખવાની ચાલતી કામગીરી, જિલ્લાગાર્ડન વોટરવર્કસ હેઠળ જયરાજ પ્લોટ, કોઠારિયા વોટરવર્કસ હેઠળ વેલનાથ સોસાયટી અને વાવડી વોટરવર્કસ હેઠળ શ્રીજી સોસાયટીમાં બ મુલાકાત લઈને પ્રોજેકટની શઆત કરી હતી. આ વેળાએ તેમની સાથે ડેપ્યુટી કમિશનર એ.આર. સિંહ, ચેતન નંદાણી, સિટી ઈજનેરો કામલિયા, ભાવેશ જોશી, એચ.એમ. કોટક તેમજ અન્ય ઈજનેરો જેમાં વાય.કે. ગોસ્વામી, બી.ડી. જીવાણી, કે.બી. હાપલિયા, પયર્વિરણ ઈજનેર નિલેશ પરમાર, પીએટુ કમિશનર રસિક રૈયાણી અને આસિ. મેનેજર એન.કે. રામાનુજ સહિતના સાથે ઉપસ્થિત રહ્યા હતા.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application