બગવદર પોલીસ સ્ટેશનમાં લાંચ લેતો પોલીસ કોન્સ્ટેબલ એસીબીના છટકામાં સપડાયો

  • November 19, 2020 02:44 PM 539 views

પોરબંદરના બગવદર ગામે આવેલા પોલીસ સ્ટેશનમાં 60 હજાર પિયાની લાંચ લેતો કોન્સ્ટેબલ અમદાવાદ એસીબીના છટકામાં ભાઇબીજના દિવસે જ રંગેહાથ સપડાઇ ગયો હતો.

અમદાવાદ એન્ટીકરપ્શન બ્યુરોના પી.આઇ. કે.પી. તરેટીયા એ બગવદર પોલીસ સ્ટેશનમાં ટ્રેપ કરી હતી જેમાં એક જાગૃત વ્યક્તિના ભાણેજો વિધ્ધ બગવદર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવ્યો હતો આથી તેમના ભાણેજોને ગુન્હાના કામમાં અટક કરી, માર નહીં મારવા અને જામીન ઉપર છોડવા માટે 60 હજાર પિયાની લાંચની માંગણી બગવદર પોલીસ સ્ટેશનના વર્ગ-3 ના પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્ર છગનભાઇ ચૌહાણે કરી હતી આથી મામાએ એન્ટી કરપ્શન બ્યુરોની અમદાવાદ ખાતે આવેલી વડી કચેરીએ જાણ કરી હતી અને જે આધારે લાંચના છટકાનું આયોજન ભાઇબીજના દિવસે જ કર્યુ હતું. ઇન્ચાર્જ મદદનીશ નિયામક અમદાવાદ એસીબીના કે.કે. ડીડોડ ના માર્ગદર્શન હેઠળ પી.આઇ. તરેટીયા અને ટીમે બગવદર પોલીસ સ્ટેશનમાં લાંચનું છટકુ ગોઠવ્યું હતું જેમાં કોન્સ્ટેબલ રવિનદ્ર છગનભાઇ ચૌહાણે 60 હજાર પિયાની માંગણી કરી હતી એ રકમ જાગૃત નાગરીકે હાથોહાથ આપી હતી અને એ રકમ સ્વીકારતા કોન્સ્ટેબલ રંગેહાથ પકડાયો હતો અને લાંચની 60 હજાર િ5યાની રકમ પણ રીકવર કરી હતી. પોરબંદર પોલીસ બેડામાં આ બનાવે ભારે ચચર્ઓિ જગાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application