ભગવા પર બાંધ્યો માંસનો ટુકડો, હિન્દુ સંગઠને સખત કાર્યવાહીની કરી માંગ

  • April 09, 2023 10:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઝારખંડમાં ધાર્મિક હિંસાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. જમશેદપુરમાં શનિવારે રાત્રે, બે પક્ષોના લોકો વચ્ચે હંગામો થયો હતો. ચોકમાં માંસના ટુકડાને ધાર્મિક ધ્વજ સાથે બાંધવામાં આવતા આ વિવાદ થયો હતો. ધ્વજાને અપમાનિત કર્યાની માહિતી મળતા, હિન્દુ સંગઠનના લોકો અને ભાજપના કાર્યકરો ઘટનાસ્થળે પહોંચ્યા અને હોબાળો મચાવ્યો અને કાર્યવાહીની માંગ કરી. હંગામો સાંભળીને, બીજી બાજુના લોકો પણ ચોક તરફ જવા લાગ્યા. આ માહિતી મળતા જ ડીએસપી અનિમેષ ગુપ્તા અને બિષ્ટુપુર પોલીસ સ્ટેશનના અંજની કુમાર ઘટનાસ્થળે પહોંચી ગયા અને મામલો શાંત પાડ્યો.



 શહેરના શાસ્ત્રી નગર બ્લોક નંબર-3 ચોક પાસે શનિવારે મોડી સાંજે કેટલાક અસામાજિક તત્વોએ પોલીથીનમાં માંસનો ટુકડો લગાવેલા ધાર્મિક ધ્વજને વાંસ સાથે બાંધી દીધો હતો. ભાજપ અને હિંદુ સંગઠનના લોકોને આ વાતની જાણ થતાં જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને હોબાળો મચાવ્યો. બીજી તરફ પ્રશાસન તરફથી કોઈ કાર્યવાહી ના થતાં સૌએ ચોક પર બેસીને સૂત્રોચ્ચાર શરૂ કર્યા. આ દરમિયાન બંને સમુદાયના લોકો વચ્ચે તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું, જે બાદ પોલીસ-વહીવટી તંત્રએ મામલો શાંત પાડ્યો હતો.


વિવાદ બાદ, કોઈ અનિચ્છનીય ઘટનાની આશંકાને ધ્યાનમાં રાખીને, ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતા. સાથે જ ત્યાંથી માંસનું પોલીથીન હટાવી મામલો શાંત પાડ્યો હતો. ત્યારબાદ તમામ હિન્દુ સંગઠનોએ ધ્વજ બદલીને નવો ધ્વજ લગાવ્યો હતો. આ પછી સ્થળ પર રસ્તા પર હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા અને આરતી કરવા સાથે ધ્વજનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું. હિન્દુ સંગઠનના લોકોએ આરોપીઓની ધરપકડ કરીને કડક કાર્યવાહીની માંગ કરી છે. આ સાથે વહીવટી તંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવાની પણ માંગ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application