પહેલા હોટલના રૂમને માત્ર છોકરીઓ અને મહિલાઓ માટે જ અસુરક્ષિત માનવામાં આવતું હતું. પણ તાજેતરમાં અમેરિકાના ટેનેસીમાં એક હોટલના રૂમમાં મધ્યરાત્રિના સમયે મેનેજર કોઈ પણ ચેતવણી આપ્યા વગર ઘૂસી ગયો હતો અને એટલું જ નહી તે રૂમમાં સુતેલા વ્યક્તિના અંગૂઠાને ચૂસવા લાગ્યો. જ્યારે વ્યક્તિને ખબર પડી કે તેના રૂમમાં કોઈ છે, તો તેણે ઝડપથી લાઈટ ચાલુ કરી. આ પછી, તે ગુસ્સામાં ચીસો પાડતો રૂમમાંથી બહાર નીકળી ગયો.
ઘટના સાઉથ હિલ્ટન હોટલની છે. હોટલમાં ચેક ઇન કરનાર એક વ્યક્તિએ સવારે પાંચ વાગ્યે હોટલમાં હંગામો મચાવ્યો હતો. વ્યક્તિનો આરોપ છે કે હોટલ મેનેજર તેની પરવાનગી વગર રૂમમાં આવી વ્યક્તિના અંગૂઠાને ચાટી રહ્યો હતો. હોટલના નાઇટ મેનેજર ડેવિડ નીલ પર આ આરોપ લગાવવામાં આવ્યો હતો. આ પછી પોલીસે તેની ધરપકડ કરી હતી.
મળતી માહિતી મુજબ ડેવિડે ડુપ્લીકેટ કી કાર્ડ સાથે વ્યક્તિના રૂમમાં એન્ટ્રી લીધી હતી. આ રૂમ પીટર બ્રેનન નામના વ્યક્તિએ બુક કરાવ્યો હતો. તેઓ શહેરમાં એક બિઝનેસ કોન્ફરન્સમાં હાજરી આપવા આવ્યા હતા. સવારે પાંચ વાગ્યાની આસપાસ અચાનક પીટરને લાગ્યું કે કોઈ તેનો અંગૂઠો ચૂસી રહ્યું છે. તે પછી તેણે લાઈટ ચાલુ કરી. તેણે તરત જ નીલને ઓળખી લીધો. તે આગલી રાત્રે મેનેજરને મળ્યો હતો. આ પછી તેના હોશ ઉડી ગયા. તેણે તરત જ તેના કપડાં ઉપાડ્યા અને બૂમો પાડતા રૂમની બહાર ભાગી ગયો.
ધરપકડ કર્યા બાદ મેનેજરે કહ્યું કે તેને રૂમમાંથી સિગારેટની ગંધ આવી રહી હતી. જેના કારણે તે રૂમમાં ગયો હતો. અને પીટર કહે છે કે મેનેજર તેને હેરાન કરતો હતો. એકવાર માટે, તેને સમજાયું નહીં કે આ બધું શું થઈ રહ્યું છે. પરંતુ તેને હોશ આવતા જ તે રૂમની બહાર નીકળી ગયો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસ્વાદિષ્ટ ચટણી બનાવવા માટે ફોલો કરો આ ટિપ્સ
September 15, 2024 05:21 PMસાડીમાં સુંદર લુક મેળવવા માટે, અનુસરો આ સ્ટાઇલ
September 15, 2024 05:04 PMજો સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગતા હોય તો આ 3 વસ્તુઓ ખિસ્સામાં રાખવાનું શરૂ કરો
September 15, 2024 04:37 PMધારી શહેરમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો
September 15, 2024 03:54 PMઉનાના નેસડા ગામે એસીબીની ટીમે દારૂની 392 પેટીઓ સહિત 21 લાખ 90થી વધુનો મુદ્દા માલ ઝડપ્યો
September 15, 2024 03:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech