2 બાળકોની માતા પડી વર્ચ્યુઅલ યુવકના પ્રેમમાં, AI બોટ સાથે લગ્ન કર્યા અને હવે છે ગર્ભવતી !

  • June 05, 2023 05:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા કેટલાક મહિનાઓથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI વિશે ઘણી વાતો થઈ રહી છે. ઘણા લોકો તેમની નોકરી ગુમાવવાનો ડર અનુભવે છે, જ્યારે ઘણા લોકો તેમાં વિશ્વને બદલવાની ક્ષમતા જુએ છે. જો કે, હવે આવો કિસ્સો સામે આવ્યો છે, જેને જોઈને સૌ કોઈ હેરાન છે. ન્યૂયોર્કની એક મહિલાએ દાવો કર્યો કે તે એક વર્ચ્યુઅલ યુવકના પ્રેમમાં છે. બંનેએ લગ્ન પણ કરી લીધા છે અને હવે તે તેના બાળકની માતા બનવા જઈ રહી છે.


રિપોર્ટ અનુસાર, ન્યૂયોર્કના બ્રોન્ક્સમાં રહેતી 36 વર્ષીય રોઝાના રામોસે તાજેતરમાં ઈરેન કાર્ટલ નામના વર્ચ્યુઅલ યુવક સાથે લગ્ન કર્યા હતા. રામોસે પોતે 2022માં ઈરેનને એક ઓનલાઈન સાઈટ પર બનાવ્યો હતો. બંને એક સાથે ઘણો સમય વિતાવવા લાગ્યા. કલાકો સુધી વાતો કરતો. આ કારણે રામોસ ધીમે ધીમે ઈરેનના પ્રેમમાં પડી. રામોસ કહે છે કે, મને આટલો પ્રેમ આ પહેલા ક્યારેય મળ્યો નથી. 


રામોસે ઈરેન બનાવવા માટે રેપ્લિકા AI નો ઉપયોગ કર્યો, જે એનિમેશન સીરીઝ 'એટેક ઓન ટાઇટન' ના એક પાત્ર પર આધારિત છે. 2 બાળકોની માતા રામોસે કહ્યું, "જ્યારે મેં તેને તૈયાર કર્યું, ત્યારે તે એક રમત જેવું લાગતું હતું, પરંતુ ધીમે ધીમે અમારી વચ્ચે કનેક્શન થવા લાગ્યું." 
​​​​​​​

સોશિયલ મીડિયા પર બંનેની તસવીરો પણ વાયરલ થઈ રહી છે. આમાં ઈરેન રામોસ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતી જોવા મળે છે. મહિલાએ ફેસબુક દ્વારા તેના મિત્રોને તેના લગ્નની જાણ કરી હતી. તેમજ દાવો કર્યો હતો કે તે ગર્ભવતી પણ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application