ફ્રાન્સમાં એક માસનું સખત લોકડાઉન

  • April 01, 2021 08:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દરરોજ 50 હજારથી વધુ નવા કેસ, દવાખાના હાઉસફૂલકોરોનાવાયરસ મહામારીએ ફરી એકવાર આખી દુનિયાને કેદ અવસ્થામાં રાખી દીધી છે અને અમેરિકા તથા બ્રિટનની હાલત ખરાબ થયા બાદ હવે ફ્રાન્સમાં પણ ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ છે અને એક માસનું સખત લોક ડાઉન નાખી દેવામાં આવ્યું છે. રાત્રે ફ્રાન્સની સરકારે સત્તાવાર જાહેરાત કરી દીધી હતી.

 


ફ્રાન્સમાં કોરોનાવાયરસ મહામારીએ ભયંકર સ્થિતિ સજીર્ દીધી છે કારણ કે દરરોજ 50 હજારથી વધુ નવા કેસ બહાર આવી ગયા છે અને સમસ્ત જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને અર્થતંત્ર પર જોરદાર હુમલો થયો છે. ફ્રાન્સની સરકાર એમ કહ્યું છે કે આખા દેશમાં સખત લોક ડાઉન નાખવા સિવાય હવે બીજો કોઈ વિકલ્પ દેખાતો નથી.

 


ગઈકાલે ફ્રાન્સના પ્રમુખ દ્વારા દેશને સંબોધન કરવામાં આવ્યું હતું અને તેમાં તેમણે લોકોને સહકાર આપવાની વિનંતી કરી હતી અને નિયમોનું પાલન કરવા તેમ જ સોશિયલ ડિસ્ટન્સ ઘરમાં પણ જાળવવાની સલાહ આપી છે અને સખત લોકડાઉનનો અમલ કરવાની વિનંતી કરી હતી.

 


અત્રે ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી માસમાં જ્યારે યુરોપ્ના મોટા ભાગના દેશોમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા ત્યારે ફ્રાંસ તેમાં જોડાયું હતું અને તેને કોઈ પ્રતિબંધો મુક્યા ના હતા કારણકે ત્યારે અસર ઓછી હતી. પરંતુ હવે દરરોજ ભારે ચિંતાજનક રીતે નવા કેસમાં વધારો થઈ રહ્યો છે અને દવાખાના તમામ હાઉસફુલ થઈ ગયા છે અને લોકોમા ડરનો માહોલ ફેલાઈ ગયો છે.

 


ફ્રાન્સના પ્રમુખ દ્વારા પ્રવચનમાં એવી જાહેરાત પણ કરવામાં આવી હતી કે ફ્રાન્સની તમામ સ્કુલ કોલેજો અને તમામ શૈક્ષણિક સંસ્થાઓ એક માસ સુધી બંધ રહેશે અને લોકોએ સહકાર આપવાનો રહેશે અને ઘરોમાં જ રહીને લોકડાઉન નો અમલ કરવાનો રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS