શહેરમાં નળ પર મીટર મુકાશે, ૨૪ x ૭ પાણી વિતરણ થશે

  • February 14, 2020 02:51 PM 53 views

ભાવનગરમાં એકાંતરા પાણી કાપ ઉઠાવી લીધા બાદ હવે શહેરમાં ૨૪ કલાક પાણી પુ પાડવા ભાવ. મહાપાલિકાએ સમગ્ર સૌરાષ્ટ્ર્રમાં પ્રથમ બીડું ઝડપ્યું છે. આ સુવિધા માટે નળ પર મીટર બેસાડાશે અને જે આસામી જેટલું પાણી વાપરે એટલું બિલ ચૂકવવાનું રહેશે. વીજળીના બીલની માફક જ પાણી પણ મીટર પર મળશે.


મહાપાલિકાએ મીટર પર સાહમાં ચોવીસે કલાક પાણી પુ પાડવા બે વર્ષથી યોજના વિચારી હતી જેમાં ત્રીજા પ્રયત્નના અંતે આ કામ માટે એક એજન્સીએ બધં બેઠી છે અને હવે સ્ટેન્ડીંગમાં ઠરાવ લાવી નિર્ણય કરાશે. ભાવનગરમાં પ્રાયોગિક ધોરણે કાળીયાબીડ વોર્ડના ડી વિભાગથી આ યોજના અમલી બનશે. બાદમાં તેને સમગ્ર શહેરમાં વિસ્તારવામાં આવશે. જોકે સમગ્ર શહેરને આવરી લેવાનું નજીકના ભવિષ્યમાં શકયતા નહિવત છે પરંતુ પ્રારંભિક તબકકે કોર્પેારેશન દ્રારા કાળીયાબીડ ડી વિભાગના  ૫૫૦ નળ કનેકશનો પર મીટર ફિટ કરવા આયોજન છે જેના પાછળ ખર્ચ .૬૮,૧૯ લાખ આકારવામાં આવ્યો છે.


મ્યુ.વોટર વકર્સ વિભાગના ઈજનેર દેવમુરારી પાસેથી વધુમાં ઉપલબ્ધ વિગતો મુજબ મહાપાલિકા દ્રારા ઘરવેરા સાથે પાણીવેરો વસુલવામાં આવે છે જેમાં દૈનિક ૭૦૦ લીટર પાણી આપવા કોર્પેારેશન બંધાયેલી છે આથી મીટર ધારક આસામીને મહિને ૨૧ હજાર લિટર પાણીના વપરાશ માટે વધારાનો ચાર્જ નહિ ચૂકવવો પડશે પરંતુ વધારાના વપરાશ માટે કોર્પેારેશનએ નિયત કરેલ દર મુજબ લીટર દીઠ રકમ ચૂકવવી પડશે.


મીટર પદ્ધતિથી પાણી વિતરણથી પાણીના વેડફાટ પર અંકુશ આવશે તેવી તંત્રને આશા છે તો રહીશોને પણ ચોવીસ કલાક, જોઈએ એટલું પાણી મળી રહેશે. આવતીકાલે મળનારી  સ્ટેન્ડીંગમાં આ મુદ્દે ઠરાવ લાવી ચર્ચા વિચારણાના અંતે મંજૂરીની મહોર લાગશે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application