શહેરના પોશ વિસ્તારમાં રહેતી પરિણીતાને બ્લેકમેઇલ કરી 15થી વધુ વખત દુષ્કર્મ

  • April 10, 2023 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના પોશ વિસ્તારમાં રહેતી પરિણીતા સાથે પરિચય કેળવી રાજકોટમાં રહેતા શખસે તેની સાથે ફ્રેન્ડશીપ કયર્િ બાદ ફોન રેર્કોડિંગ પતિને મોકલી આપવાની ધમકી આપી ર્નિવસ્ત્ર ફોટાઓ મગાવી ત્યારબાદ બ્લેકમેઇલ કરી પરિણીતા પર 15થી વધુ વખત દુષ્કર્મ આચર્યું હતું આ શખસે આટલેથી ન અટકતા પરિણીતાને પોતાના મિત્રો સાથે શરીર સબંધ બાંધવા માટે કહેતા અંતે પરિણીતાએ પતિને આ વાત કરી હતી ત્યારબાદ ફરિયાદ નોંધાવી છે.


દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગત મુજબ શહેરના રૈયા રોડ વિસ્તાર પર રહેતી 42 વર્ષિય પરિણિતાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અણ રમેશભાઇ જોશીનું નામ આપ્યું છે. પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પતિ શહેરની જાણીતી કોલેજમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તેથી તેઓ જે કવાર્ટરમાં રહેતા હતાં તેની બાજુના કવાર્ટરમાં રહેતા પરિવારની દીકરી ઇશીતા સાથે તેમને પરિચય થયા બાદ મિત્રતા થઇ હતી ત્યારબાદ આ ઇશીતા મારફતે આરોપી અણ જોશીએ પરિણીતાનો પરિચય કેળવી તેની સાથે ફોન પર વાતો કરવાનું ચાલુ કર્યું હતું અને ત્યારબાદ ફ્રેન્ડશીપ કરી હતી અને એક વખત યાજ્ઞિક રોડ ઉપર મળવા માટે પણ બોલાવી હતી.

ત્યારબાદ અણે પોત પ્રકાશ્યું હતું અને પરિણીતાને ર્નિવસ્ત્ર ફોટા મોબાઇલ મારફત મોકલવાનું કહ્યું હતું જેથી પરિણીતાએ ઇનકાર કરતા તેણે પોતાની વાતોનું રેર્કોડિંગ કરી લીધું હોય અને તે રેર્કોડિંગ તેણીના પતિને સંભળાવશે તેવી ધમકી આપી આ ફોટા મોકલવા માટે મજબુર કરી હતી. ત્યારબાદ તેણે કાલાવડ રોડ પરના કવાર્ટરમાં પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં જયારે પણ પરિણીતાના પતિ ઘરે હાજર ન હોય ત્યારે તેની ગેરહાજરીમાં આ શખસ ઘરે જઇ વારંવાર દુષ્કર્મ આચરતો હતો. આ રીતે પંદરથી વધુ વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. આટલેથી ન અટકતા તેણે પોતાના મિત્રો સાથે પરિણીતાને શરીર સંબંધ બાંધવાનું કહેતા અંતે પરિણીતાએ આ ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application