બાઇક પર વિદેશી દારૂ લઇ નિકળેલો શખ્સ ઝડપાયો

  • August 01, 2020 04:03 PM 396 views

અનલોક બે બાદ ત્રણના પ્રારંભે પણ શહેરને જિલ્લામાં વિદેશી દારૂની હેરફેરની પ્રવૃત્તિ હથાવત રહી છે. જેમાં  પાલિતાણામાં બાઇક પર વિદેશી દારૂ લઇ નિકળેલા શખ્સને પોલીસે ઝડપી લઇ રૂપિયા ૪૦,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યેા હતો.


પાલિતાણા ટાઉન પોલીસે પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ દરમ્યાન નાની શાકમાર્કેટ વિસ્તારમાં  બાઇક નંબર જી.જે. ૦૪ ડી.સી. ૩૩૦૦ પર નિકળેલો ઇમરાન ઉર્ફે ઇલો રજાક મહેતર (રે. નાની શાકમાર્કેટ, પાલિ., જિ. ભાવ.)ને શંકાના આધારે અટકાવી તલાશી લેતા વિદેશી દારૂની બોટલ ર કિ. રૂા. ૮૦૦ની મળી આવતા પોલીસે કિ.રૂા. ૧૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૪૦,૮૦૦ના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી પ્રોહિબીશન હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વિદેશી દારૂ સાથે ઝડપાયેલા શખ્સને કોરોના પરિક્ષણ અથે હોસ્પિટલમાં ખસેડવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application