નકલી પ્રમાણપત્ર કૌભાંડ: સુપ્રીમ કોર્ટે સીબીઆઇ તપાસના આદેશ પર પ્રતિબંધ મૂક્યો ; હાઈકોર્ટની તમામ કાર્યવાહી પર લગાવી રોક ; પશ્ચિમ બંગાળ સરકાર અને અરજદારને જારી કરી નોટિસ
સુપ્રીમ કોર્ટે આજે (જાન્યુઆરી ૨૭) અનામત શ્રેણીને પ્રમાણપત્રો જારી કરવામાં કથિત અનિયમિતતા અંગે કલકત્તા હાઇકોર્ટની સિંગલ બેંચ દ્વારા સીબીઆઇ તપાસના આદેશ પર રોક લગાવી દીધી છે. કોર્ટે કલકત્તા હાઈકોર્ટ સમક્ષની તમામ કાર્યવાહી પર રોક લગાવી અને પશ્ચિમ બંગાળ સરકાર અને અરજદારને નોટિસ પણ જારી કરી છે. હવે સુપ્રીમ કોર્ટ ૨૯ જાન્યુઆરીએ નકલી પ્રમાણપત્ર કૌભાંડ સંબંધિત ગેરરીતિઓના કેસની સુનાવણી કરશે.
કલકત્તા હાઈકોર્ટના જજ અભિજીત ગંગોપાધ્યાયે પશ્ચિમ બંગાળમાં મેડિકલ એડમિશનની સીબીઆઈ તપાસની માંગણી કરી હતી. સુપ્રીમેં આજે જજ ગંગોપાધ્યાયના આદેશ પર સ્ટે લગાવ્યો હતો. આ કેસ પશ્ચિમ બંગાળની સરકારી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં અનામત કેટેગરીના પ્રમાણપત્રો અને એમબીબીએસ ફિલ્ડમાં વિદ્યાર્થીઓના પ્રવેશમાં કથિત અનિયમિતતાઓને લગતો છે.
જ્યારે જસ્ટિસ ગંગોપાધ્યાયે સીબીઆઇ તપાસનો આદેશ આપ્યો ત્યારે મામલો જસ્ટિસ સૌમેનની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેંચ સુધી પહોંચ્યો. તેણે સિંગલ જજના આ આદેશને અટકાવ્યો હતો. આનાથી જસ્ટિસ ગંગોપાધ્યાય ગુસ્સે થયા અને તેમણે જસ્ટિસ સૌમન પર રાજકીય પક્ષ માટે કામ કરવાનો આરોપ લગાવ્યો. સીજેઆઈ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ સંજીવ ખન્ના, બીઆર ગવઈ, સૂર્યકાંત અને અનિરુદ્ધ બોઝની બનેલી પાંચ સભ્યોની બંધારણીય બેન્ચે આજે આ કેસની સુનાવણી કરી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે પશ્ચિમ બંગાળ સરકાર અને અરજીકર્તાને નોટિસ પાઠવી છે. તેણે સિંગલ-જજ અને ડિવિઝન બેન્ચ દ્વારા પસાર કરાયેલા આદેશોને પણ સ્ટે આપ્યો હતો. કોર્ટે કહ્યું કે આ કેસની સુનાવણી હવે સોમવારે થશે અને તેનો ચાર્જ હવે સુપ્રીમ પાસે રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech