ટંકારા તાલુકાના ગામડાંઓના કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા

  • February 20, 2021 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામે શ્રી ધ્રુવ કુમાર સિંહજી જાડેજા ની અધ્યક્ષતામાં  યોજાયેલ કાર્યક્રમ માં કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડીયા, મોરબી માળીયા ધારાસભ્ય બ્રિજેશભાઈ મિ મેરજા, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ     મેતલિયા, માર્કેટિંગ યાર્ડના પ્રમુખ મગનભાઈ વડવિયા ,મોરબી  ભાજપ પ્રમુખ  દુર્લભજી  દેથરિયા, મોરબી  શહેર પ્રમુખ લાખાભાઈ ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા  તથા આગેવાનો  કાર્યકરો ઉપસ્થિત રહેલ

 


 ધ્રુવ કુમાર સિંહજી ની અધ્યક્ષતામાં ટંકારા તાલુકાના નાના ખીજડીયા, મોટા ખીજડીયા ,અમરાપર ,હિરાપર, હડમતીયા, હરબટીયાળી, હરીપર, કલ્યાણપર  ઘુનડા પ્રભુનગર, નેકનામ વિરવાવ વિગેરે ગામના આગેવાનો કાર્યકરો ભાજપમાં જોડાયેલ. વીરવાવ સરપંચ કિશોરસિંહ જાડેજા, નેકનામ મહિલા સરપંચ ,ઉપસરપંચ માંધાતાસિંહ, અમરાપર સહકારી મંડળીના પ્રમુખ અયુબ બાદી નાના  રામપર સહકારી મંડળીના પ્રમુખ વનરાજસિંહ જાડેજા, ટંકારા ના  કોંગ્રેસના સોશિયલ મીડિયાના નિલેશ પટણી ટંકારા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ચકુભાઈ  ફેફર સહિત અને કાર્યકરોને કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા ,જયંતીભાઈ કવાડીયા, બ્રિજેશભાઈ મેરજા તથા ભાજપ સંગઠનના આગેવાનોએ કાર્યકરોને  ભાજપનો ખેસ પહેરાવી સન્માન કરી પ્રવેશ આપ્યો હતો.કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા નું સ્વાગત ધર્મરાજસિંહ જાડેજા દ્વારા કરાયેલ. આભાર વિધિ માર્કેટિંગ યાર્ડ મોરબીના વાઇસ ચેરમેન ભવનભાઈ ભાગ્યા દ્વારા કરવામાં આવી હતી.કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું કે દેશ નરેન્દ્ર મોદી તથા ગુજરાત વિજયભાઈ રૂપાણી ના નેતૃત્વમાં આગળ વધી રહ્યું છે. નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષમાં ૩૭૦મી કલમ સહિત અનેક પ્રશ્નો ઉકેલાયા છે.સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાએ ખેડૂતોના પ્રશ્નો માટે જીવનભર કામગીરી કરેલ છે. છેલ્લા છ વર્ષમાં ખેડૂતોને ઝીરો ટકા એ લોન આપવામાં આવેલ છે એ નાનીસૂની કામગીરી નથી. ટંકારા તાલુકામાં ભાજપમાં જોડાયેલા કાર્યકરોની કામગીરી મતદાન મથકોના બુથો જણાવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS