સુશાંત સિંહ રાજપૂતના મિત્રએ રિપબ્લિક ટીવી સામે 200 કરોડના માનહાનિનો દાવો કર્યો

  • October 28, 2020 02:04 AM 856 views

સુશાંત સિંહ રાજપૂતના મિત્ર સંદીપ સિંહે પોતાના વિરુદ્ધ ખોટી ખબર બતાવવાને લઈને રિપબ્લિક ટીવી અને તેના એડિટર-ઈન ચીફ અર્ણબ ગોસ્વામી પર માનહાનિનો કેસ કર્યો છે. સંદીપ સિંહે ચેનલને મોકલેલી નોટિસની કોપી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કરી છે. સંદીપ સિંહે પોતાની છબી ખરાબ કરવાનો આરોપ લગાવતા ચેનલ પર 200 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાની માગણી કરી છે.


સંદીપ સિંહે તેને શેર કરતા લખ્યું છે, ’હવે ચૂકવણીનો સમય આવી ગયો છે.’ સંદીપ સિંહના વકીલ તરફથી જાહેર કરવામાં આવેલી નોટિસમાં ઉલ્લેખ કરાયો છે કે તે બોલિવૂડના જાણીતા પ્રોડ્યુસર અને ફિલ્મમેકર છે, જેમની વિરુદ્ધ ગુનાહિત ઈરાદાને લઈને ખોટી ખબર બતાવવામાં આવી, જ્યારે તેઓ જાણતા હતા કે સુશાંત અને તે પોતાના સ્ટ્રગલના સમયથી સારા મિત્રો હતા.

 

આ નોટિસમાં સંદીપ સિંહ વિરુદ્ધ બતાવવામાં આવેલી અથવા લખવામાં આવેલી ખોટી ખબરોના વિડીયો, ફૂટેજ અને આર્ટિકલ હટાવવા તથા લેખિત અથવા પછી વિડીયો જાહેર કરીને માફી માગવાની પણ વાત કહેવામાં આવી છે. આ સાથે જ સંદીપ સિંહની છબી ખરાબ કરવાના કારણે ચેનલ પાસેથી તેમણે 200 કરોડ રૂપિયાના વળતરની પણ માગણી કરી છે.


ઉલ્લેખનીય છે કે સંદીપ સિંહ સુશાંતના મોત બાદથી જ શંકાના દાયરામાં હોવાનું કહેવાઈ રહ્યું હતું. સુશાંતના નિધન બાદ તેમના ઘરે સૌથી પહેલા પહોંચનારા સંદીપ સિંહ હતા. જોકે સંદીપ સિંહે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, સુશાંત સાથે છેલ્લા ઘણા સમયથી તેમના વધારે સારા નહોતા. કહેવાઈ રહ્યું છે કે સુશાંત સિંહનો પરિવાર તેમને ઓળખતો નથી, જે બાદ પાછલા મહિને તેમણે એક્ટર અને તેમની બહેન મીતૂ સિંહ સાથે થયેલી વાતચીતનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો.


સંદીપ સિંહે જણાવ્યું કે, છેલ્લા 4 મહિના દરમિયાન મેં જે છબી અને આદર ગુમાવ્યો છે, તેની ચૂકવણી માત્ર પૈસાથી ન થઈ શકે. ચેનલ દ્વારા મારી વિરુદ્ધ ચલાવવામાં આવેલા કેમ્પેઈનના કારણે રોજ મારા ભવિષ્યના પ્રોજેક્ટના ફાઈનાન્સર, પ્રદર્શકો અને ડિસ્ટ્રીબ્યૂટર્સ પીછે હઠ કરતા રહ્યા. તેઓ વધુમાં કહે છે, ની તપાસ માટે ભગવાનનો આભાર. હું મારો આત્મવિશ્વાસ પાછો મેળવવા અને યોગ્ય પગલું ભરવા માટે રાહ જોઈ રહ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application