આકાશમાંથી કોરોના આકારના કરા પડતા લોકોમાં ફફડાટ

  • May 21, 2020 11:49 AM 409 views


હાલમાં કોરોના વાયરસ સમગ્ર દુનિયામાં કહેર મચાવી છે. સંક્રમણથી બચવા માટે લોકડાઉનના કારણે લોકો પોત–પોતાના ઘરોમાં કેદ છે. ત્યારે હવે કુદરત પણ માનવથી ઠી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. મેકિસકોમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં કોરોનાના આકારના કરા પડા છે. મેકિસકોના મ્યૂનિસિપલના લોકો તે સમયે ચોંકી ગયા યારે આકાશમાંથી કોરોના વાયરસના આકારના કરાનો વરસાદ થવા લાગ્યો. કોરોનાની સાઈઝવાળા કરાને જોઈને લોકોમાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. કોરોનાની સાઈઝવાળા કરાનો આ વરસાદ મેકિસકોના ન્યૂવો લિયોન રાયના મોન્ટેમોરેલોસમાં થયો હતો. અહીંના લોકોએ સોશિયલ મીડિયા પર કરાની તસવીરો શેર કરી છે. તસવીરમાં ગોળ આકારાનાં કોરોના વાયરસ જેવા દેખાતા કરા જોવા મળી રહ્યા છે. આ પ્રકારનાં કરાના વરસાદ બાદ સ્થાનિક લોકો ચિંતિંત થઈ ગયા છે. તેઓ આને ઈશ્વરનો પ્રકોપ માની રહ્યા છે. આ પ્રકારના કરાનો વરસાદ ફકત મેકિસકોમાં જ નથી થાયો. સોશિયલ મીડિયા પર દુનિયાભરના અનેક વિસ્તારોનાં લોકોએ કોરોનાની સાઈઝવાળા કરાની તસવીર શેર કરી છે. ત્યાં પણ આ પ્રકારના કરાનો વરસાદ થયો છે. એક ટીટર યૂઝરે સાઉદીમાં આ પ્રકારના કરાના વરસાદની જાણકારી આપી છે. જો કે હવામાન વિભાગના જાણકારો જણાવે છે કે આ પ્રકારના કરાનો વરસાદ થવો એક સામાન્ય બાબત છે. હવામાન વૈજ્ઞાનિક જોસ મિગુએલ વિનસે કહ્યું કે, વધારે વાવાઝોડા–તોફાનમાં કરા મોટા આકારના હોય છે. અનેકવાર તેઓ એકબીજા સાથે ટકરાઈ જાય છે અથવા જોડાઈ જાય છે. જે કારણે તેમનો આકાર આવો થઈ જાય છે. મેકિસકોના લોકો આ ઘટનાથી ખૂબ જ ડરમાં જીવી રહ્યા છે. કોરોના વાયરસ સંક્રમણના ડરથી તેઓ પહેલાથી જ ઘરોમાં કેદ હતા. તેવામાં આ નવી મુશ્કેલીએ તેમને વધારે ચિંતામાં મૂકી દીધા છે. ઉલ્લેખનીય છે કે મેકિસકોમાં અત્યાર સુધી કોરોના વાયરસના ૫૪,૩૪૬ કેસ સામે આવ્યા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધારે ૨,૭૧૩ નવા કેસ નોંધાયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application