મોરબી વાંકાનેર હાઇ-વે પર ભંગારના ડેલામાં આગ લાગી

  • March 15, 2021 05:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીમાં કુબેર સિનેમા નજીક ભગારા ડેલામાં રાત્રે આગ લાગી હતી ઘટનાની જાણ થતાં ફાયરની ટિમ દોડી ગઈ હતી લગભગ ચાર કલાકની જહેમત બાદ આગ પર કાબુ લેવામાં આવ્યો હતો.

મળતી વિગત મુજબ મોરબી  વાંકાનેર નેશનલ હાઇવે ઉપર કુબેર સિનેમા નજીક માધવ પોટરી પાસે આવેલ ભંગારના ડેલામાં રાત્રે લગભગ ૧૦ વાગે આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડની ટીમ ઘટના ૩ ટિમો ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો જો કે ભંગારના ડેલાની બાજુમાં જ પેટ્રોલપંપ આવેલો હોય જેથી ફાયરની ટિમ ચિંતામાં વધારો થયો હતો પણ ફાયર વિભાગ સ્થાનિક લોકોની તેમજ બી ડિવિઝન પોલીસ ની મદદથી ચાર કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આગ કઈ રીતે લાગી તે અંગે હજુ જાણવા મળ્યું નથી પણ આગ હાઇવે પર હોવાથી અફરાતફરી મચી ગઇ હતી પણ આગ કાબુ આવી જતા તંત્ર રાહતનો શ્વાસ લીધો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS