વડોદરાના મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, કારણ અકબંધ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડોદરાના સાંવલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી 22 વર્ષની મહિલા પોલીસ કોન્સ્ટબલે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામ્યો છે. સાવલી પોલીસે મહિલાના મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

સાવલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી શિલ્પાબેન વિનુભાઈ ઠાકોર નામની 22 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ સાવલીની બી-10, ગોકુલવાટીકા સોસાયટીમાં ભાડેથી એકલી રહેતી હતી. શિલ્પાએ ગત રાત્રી દરમિયાન પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જો કે ઘરમાં કોઈ ન હોવાથી આજે સવારે ઘટનાની જાણ થઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતા સાંવલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા જિલ્લાના સાવલી પોલીસ સ્ટેશનની મહિલા શિલ્પાબેન ઠાકોરે કયા કારણોસર આત્યમહત્યા કરી તે હજી સુધી જાણી શકાયું નથી. પોલીસે આ અંગે તેના પરિવારજનો અને સ્થાનિકો સાથે પૂછપરછ કરી કારણ જાણવાની દિશામાં તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS