BREAKING NEWS

જામનગર: મોટા ભાડુકિયા ગામમાં ડિગ્રી વિનાનો ડોક્ટર ઝપટે ચડયો

  • July 14, 2026 02:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: મોટા ભાડુકિયા ગામમાં ડિગ્રી વિનાનો ડોક્ટર ઝપટે ચડયો

કાલાવડ ગ્રામ્ય પોલીસે દવાઓ, સાધનો અને રોકડ જપ્ત કરી

કાલાવડ તાલુકાના મોટા ભાડુકિયા ગામમાં કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વિના ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતા એક શખ્સને કાલાવડ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની તેમજ જામનગર ગ્રામ્ય વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક વી.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત કાલાવડ ગ્રામ્ય પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી. આંબલિયાના માર્ગદર્શન હેઠળ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે મોટા ભાડુકિયા ગામમાં પ્રવીણભાઈ હીરપરા કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવે છે.

આ બાતમીના આધારે નીકાવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટ મોહનલાલ માવજીભાઈ ઠેસિયાની હાજરીમાં પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પ્રવીણભાઈ પરસોતમભાઈ હીરપરા (ઉ.વ.૫૦), રહે. મોટા ભાડુકિયા, તા. કાલાવડ, જી. જામનગર પાસે અલગ-અલગ કંપનીની એલોપેથી દવાઓ, મેડિકલ સાધનો અને રોકડ મળી કુલ ૧૭,૯૮૬નો મુદ્દામાલ મળી આવ્યો હતો.
​​​​​​​
આ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૨૫ તેમજ મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ, ૧૯૬૩ની કલમ ૩૦ અને ૩૩ મુજબ ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application